તમારા ઘરમાં કોઈ લગ્ન છે અને તમે ઘરેણાં માટે સોનાની ખરીદી કરવા જઇ રહ્યા છો, તો એકવાર આ સમાચાર પર નજર નાખો. હકીકતમાં, સોનું ફરી એકવાર રોકાણકારોને આકર્ષિત કરી રહ્યું છે અને આગામી સમયમાં તેની કિંમત વધુ ઝડપી જોવા મળી શકે છે.
સોનું એમસીએક્સ પર 47000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નજીક વ્યાપાર કરી રહ્યું છે. છેલ્લા 7 અઠવાડિયામાં આ ઉચ્ચતમ સ્તર છે. છેલ્લા 3 અઠવાડિયાની વાત કરીએ તો, આ પીળી ધાતુની કિંમતમાં આશરે 5.40 ટકાનો વધારો થયો છે. શુક્રવારે નબળી માંગ વચ્ચે સટોડિયાઓએ તેમના સોદાનું કદ ઘટાડ્યું, કારણ કે વાયદાના કારોબારમાં સોનું રૂ. 240 ઘટીને રૂ. 46,935 થઈ ગયું છે.
મલ્ટી કોમોડિટી એક્સચેંજમાં, જૂન મહિનામાં ડિલિવરી વાળા સોનાના વાયદાની કિંમત 240 રૂપિયા અથવા 0.51 ટકાના ઘટાડા સાથે 10 ગ્રામ દીઠ 46,935 રૂપિયા થઈ છે. બજારના નિષ્ણાંતોના જણાવ્યા મુજબ, આગામી સમયમાં સોનાની તેજીનો ટ્રેન્ડ જોવા મળી શકે છે. બજારમાં ઘણાં કારણો છે, જેના કારણે સોનું ટૂંક સમયમાં 10 ગ્રામ દીઠ 50 હજાર રૂપિયાના ભાવને પાર કરી શકે છે.
દિલ્હી બુલિયન માર્કેટની વાત કરીએ તો શુક્રવારે સોનું નજીવું વધીને 10 ગ્રામ દીઠ રૂ. 46,431 પર પહોંચી ગયું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું એક ઔંસના 1,764 ડૉલરનો નફો હતો. એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક (જિંસ) તપન પટેલે જણાવ્યું હતું કે ડૉલરમાં ઘટાડો અને અમેરિકી બોન્ડની પ્રાપ્તિમાં ઘટાડો આવવાથી સોનાના ભાવમાં વધારો થયો છે.
શું કહે છે નિષ્ણાતો
બજારના નિષ્ણાતો કહે છે કે કોરોના વાયરસની બીજી લહેરથી ફરી એકવાર અર્થવ્યવસ્થા અંગે ચિંતા ઉભી થઈ છે. જો જોવામાં આવે તો સોનું ફરી એકવાર લોકોને રોકાણ માટે આકર્ષિત કરી રહ્યું છે. યુ.એસ. માં 10 વર્ષના બોન્ડ ઉપજ ઘટીને 1.567 ટકા થયો છે. જયારે, ડૉલર સામે રૂપિયો સતત નબળાઇ રહ્યો હોય તેવું લાગે છે. અહીં રૂપિયાની વાત કરીએ તો, તે 10 મહિનાની નીચી સપાટીએ છે અને ડૉલર દીઠ વધુ નબળી પડે તેવી શક્યતા છે. આ એવા પરિબળો છે જે સોનાના ભાવને મજબુત કરી રહ્યા છે. જયારે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડમાં તેજી જોવા મળી રહી છે. થોડા દિવસો પછી અક્ષય તૃતીયા પણ આવી રહી છે, જેના કારણે સોનાની માંગ વધશે.
સોનું કેટલું થઇ શકે છે મોંઘુ
નિષ્ણાંતોના મતે આંતરરાષ્ટ્રીય લેબલ પરનું સોનું ટૂંક સમયમાં 1,780 થી 1800 ડૉલરની સપાટીએ પહોંચી શકે છે. જયારે, જો આપણે ઘરેલું સ્તરે સોનાના ભાવની વાત કરીએ તો, તે આગામી 2 મહિનામાં 10 ગ્રામ દીઠ 49000 થી 50000 રૂપિયાના સ્તરે જોઈ શકાય છે. આ વર્ષે દિવાળીના સમય સુધીમાં પીળી ધાતુની કિંમત 52000 રૂપિયાથી 53000 રૂપિયા સુધી પહોંચી શકે છે.