Ahmedabad

અમદાવાદવાસીઓ માટે સારા સમાચાર, આ તારીખ સુધી અમદાવાદમાં રહેશે વરસાદી માહોલ, હવામાન વિભાગે કરી આગાહી

ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બંગાળના અખાતના સર્જાયેલા લો પ્રેશરને કારણે ગુજરાતનાં મોટાભાગનાં વિસ્તારોમાં 27 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની  આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તેની સાથે હવામાન વિભાગે આજે, 25મી જુલાઇ, રવિવારે નવસારી, વલસાડ, ડાંગમાં રેડ એલર્ટ જાહેર કરેલ છે. આ સિવાય સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસી શકે છે.

રાજ્યમાં શનિવારના રોજ આખા દિવસ દરમિયાન વરસાદની વાત કરવામાં આવે તો લગભગ તમામ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ ગોંડલમાં ચાર કલાકમાં 5 ઇંચ અને રાજકોટમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. તેની સાથે અમદાવાદમાં મોડી સાંજના વિવિધ વિસ્તારોમાં વરસાદ એન્ટ્રી થઈ હતી. આજે પણ અમદાવાદ શહેરમાં હળવાથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર રવિવારના રેડ એલર્ટ જાહેર કરાયું છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, દાહોદમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય આણંદ,ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, જામનગર,  દ્વારકા, કચ્છ, મોરબીમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. તેની સાથે સોમવારની પણ આગાહી કરવામાં આવી છે જેમાં અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, ભરૂચમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, નર્મદા, સુરત, તાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ,દીવમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

તેની સાથે અમદાવાદ માટે સારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં આજે ભારે જ્યારે સોમવારથી ગુરુવાર સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે. ગઈ કાલ સાંજના સુમારે ઉત્તર-પશ્ચિમઝોનના વિસ્તારોમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ હતી. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરેલા જોવા મળ્યા હતા. તેની સાથે આ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker