યુક્રેનમાં ફસાયેલ ગુજરાતના વિદ્યાર્થીઓને લઈને આવ્યા મોટા સમાચાર

યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું છે. તેના લીધે સમગ્ર વર્લ્ડમાં તેને ચિંતાનો માહોલ ઉભો થયો છે. એવામાં યુક્રેનમાં ભારતના વિદ્યાર્થીઓ ફસાયેલા છે. પરંતુ હવે તેને લઈને સારા સમાચાર સામે આવ્યા છે. ભારત સરકાર દ્વારા આ વિદ્યાર્થીઓને આજે લાવવામાં આવશે.

ભારત સરકારના સત્તાવાર સમાચાર જાહેરાત કરવામાં આવેલ છે કે, ગઈ કાલની સાંજના ભારતના 470 વિદ્યાર્થીઓને બાય રોડ યુક્રેનમાંથી બહાર નીકાળવામાં આવ્યા છે. આ 470 વિદ્યાર્થીઓમાં 100 વિદ્યાર્થીઓ ગુજરાતના પણ રહેલા હોવાનું સામે આવ્યું છે. ભારત વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદન બાગચી દ્વારા આ બાબતમાં જાણકારી આપવામાં આવી છે.

ભારત દ્વારા યુક્રેનના પાડોશી દેશ રોમાનિયા સુધી બસમાર્ગના 470 વિદ્યાર્થીઓને સલામત સ્થાને પહોંચાડવામાં આવ્યા હતા. આ વિદ્યાર્થીઓને રોમાનિયાના બુખારેસ્ટમાં લઈ જવાશે. બુખારેસ્ટથી એર ઇન્ડિયાની બે ફ્લાઇટ દ્વારા સમૂહને આજે ભારત લાવવામાં આવશે.

શુક્રવારની રાત્રે એર ઇન્ડિયાની ફ્લાઇટ દ્વારા 9.00 વાગ્યાની આજુબાજુ બુખારેસ્ટ જવા માટે આદેશ આપવામાં આવ્યા હતા. ભારત રોમાનિયા અને હંગેરીના રસ્તે ફસાયેલા વિદ્યાર્થીઓને બહાર લાવવામાં આવશે.

ભારત આવી રહેલા વિદ્યાર્થીઓમાં દિલ્હી અને મુંબઈ એમ બે અલગ-અલગ ફ્લાઇટ દ્વારા ઉતારવામાં આવશે. દિલ્હી આવનારી ફ્લાઇટના વિદ્યાર્થીઓ માટે ગુજરાતના રેસિડેન્ટ કમિશનરને જવાબદારી સોંપવામાં આવેલ છે અને મુંબઈથી આવનાર વિદ્યાર્થીઓને જિયોલોજી અને માઇનિંગ વિભાગના કમિશનરને જવાબદારી સોંપાઈ છે.

Scroll to Top