CricketSports

Goodbye 2022: આ દિગ્ગજ ખેલાડીઓએ વર્ષ 2022માં ક્રિકેટને કહ્યું અલવિદા, યાદીમાં 2 ભારતીયો પણ સામેલ

ન્યુઝીલેન્ડના સૌથી સફળ ખેલાડીઓમાંથી એક રોસ ટેલરે આ વર્ષની શરૂઆતમાં નિવૃત્તિ લીધી હતી. રોસ ટેલરે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં કુલ 450 મેચ રમીને 18195 રન બનાવ્યા હતા.

ઈંગ્લેન્ડને 2019 વનડે વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટન ઈયોન મોર્ગને પણ આ વર્ષે નિવૃત્તિની જાહેરાત કરી હતી. ઈયોન મોર્ગને તેના ખરાબ ફોર્મને જોતા ક્રિકેટને અલવિદા કરવાનો નિર્ણય લીધો હતો.

વિશ્વના સૌથી શક્તિશાળી ઓલરાઉન્ડરોમાંના એક કિરોન પોલાર્ડે પણ વર્ષ 2022માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. આઈપીએલ મિની ઓક્શન પહેલા તેણે આઈપીએલમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી. તે આ વખતે કોચ તરીકે જોવા મળશે.

2007 ટી-20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો હિસ્સો રહેલા રોબિન ઉથપ્પાએ પણ આ વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું. રોબિન ઉથપ્પા લાંબા સમય સુધી ટીમ ઈન્ડિયાનો ભાગ બની શક્યા નથી.

35 વર્ષીય ભારતીય લેગ સ્પિનર ​​રાહુલ શર્માએ આ વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. રાહુલ શર્માએ ટીમ ઈન્ડિયા માટે 4 વનડે મેચમાં 6 અને 2 ટી-20 મેચમાં 3 વિકેટ ઝડપી હતી.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker