ઘણીવાર લોકો કોઈ વસ્તુ વિશે માહિતી મેળવવા માટે ગૂગલ સર્ચ ઉપયોગ કરે છે. પરંતુ, શું તમે જાણો છો કે કેટલીક એવી વસ્તુઓ છે જે ગુગલ પર સર્ચ કરવાથી તમને મુશ્કેલીમાં મુકી શકે છે. તો ગૂગલ પર સર્ચ કરતા પહેલા જાણી લો કે શું સર્ચ કરવું અને શું નહીં. ચાલો જાણીએ કઈ છે તે વસ્તુઓ કે જેને ગૂગલ પર સર્ચ કરવી તમારા માટે મુશ્કેલી બની શકે છે.
કસ્ટમર કેર નંબર: ઘણી વખત અમે કોઈ પ્રોડક્ટ સંબંધિત સમસ્યાના કિસ્સામાં કૉલ કરવા માટે કસ્ટમર કેર નંબર શોધીએ છીએ. સુરક્ષાના દૃષ્ટિકોણથી પણ આ જોખમી છે. કારણ કે હેકર્સ ગૂગલ સર્ચમાં નકલી હેલ્પલાઈન નંબર ફ્લોટ કરે છે. આવી સ્થિતિમાં, જ્યારે તમે તે નંબર પર કોલ કરો છો, તો તમારો નંબર હેકર્સ સુધી પહોંચી જાય છે. જે પછી હેકર્સ તમને તમારા નંબર પર કોલ કરીને સાયબર ક્રાઈમને અંજામ આપી શકે છે.
ઓળખ જોવી: ઘણા લોકો પોતાની ઓળખ જાણવા માટે ગૂગલ સર્ચનો ઉપયોગ કરે છે. આમ કરવાથી તમારી અંગત માહિતી લીક થઈ શકે છે. કારણ કે ગૂગલ પાસે તમારા સર્ચ હિસ્ટ્રીનો સંપૂર્ણ ડેટાબેઝ છે. વારંવાર સર્ચ ને કારણે તે લીક થવાનું જોખમ રહેલું છે.
બોમ્બ કેવી રીતે બનાવાય: લોકો ઘણીવાર ગૂગલ પર એવી વસ્તુઓ સર્ચ કરે છે જેનો તેમને કોઈ અર્થ નથી હોતો. બોમ્બ કેવી રીતે બનાવવો વગેરે જેવી શંકાસ્પદ વસ્તુઓની શોધ કરશો નહીં. કારણ કે, આ ગતિવિધિઓ પર સાયબર સેલ દ્વારા નજર રાખવામાં આવે છે. આમ કરવાથી તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. સુરક્ષા એજન્સીઓ તમારી વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે. જેમાં તમારે જેલ પણ જવું પડી શકે છે.
દવાઓ: Google પર રોગની સારવાર માટે દવાઓ શોધી રહ્યા છે, તો આવું બિલકુલ ન કરો. કારણ કે સર્ચ ડેટા થર્ડ પાર્ટીને ટ્રાન્સફર થાય છે. જે પછી તમને તે રોગ અને તેની સારવાર સંબંધિત જાહેરાતો સતત બતાવવામાં આવે છે. આ સિવાય ખોટી દવાઓ લેવાથી તમારું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.