Ajab Gajab

એક નાની રૂમમાંથી શરૂ કર્યો હતો ધંધો, આજે છે ગુજરાતની સૌથી મોટી નમકીનનાં માલિક ધરાવે છે 450 કરોડની અધધ સંપત્તિ

દરેક લોકો ફરસાણ ખાવુ ખૂબ જ પસંદ છે પહેલા બધા કઈ સ્વાદ વગરનું જ ખાતા હતા પરંતુ ત્યારબાદ બજારમાં મીઠાશ અને નમકીન આવ્યું જે બાદ લોકો ખાવામાં આપનાવ્યું અને હાલમાં અનેક પ્રકારની પ્રોડક્ટ્સ બજારમાં છે.આજના સમયમાં ગુજરાતમાં દરેક ઘરમાં ગોપાલ નમકીન ફેમસ છે.ગોપાલના ગાંઠિયા, ચણાની દાળ, સેવ સિંગ, સેવ મમરા, વગેરે વિવિધ ફરસાણ દરેક લોકોમાં ખુબજ પ્રિય છે.

આજ ના સમય મા ગુજરાત ના ઘેર-ઘેર જોવા મળતું તેમજ દરેક નાના ભુલ્કાવો ના મોઢું જાણીતું નામ એટલે ગોપાલ. આ ગોપાલ નું ફરસાણ નમકીન ઘણું પ્રખ્યાત છે અને નાના હોય કે મોટા બધા તેનો આનંદ લે છે. પછી ગોપાલ ના ગાંઠિયા,ચણાની દાળ,સેવ, સિંગ,તીખા-મોરા સેવ-મમરા અને ઘણી બધી બીજી ફરસાણ ની વાનગીઓ લોકપ્રિય છે.

જોકે આ સફળતા પાછળ ગોપાલ નમકીન ના માલિક શ્રી બિપીનભાઈ હદવાણી નો સંઘર્ષ અને તેમની મહેનત જાણવા જેવી છે.સફળતા પામવાં જરૂરી છે શરૂઆત – આ મંત્ર તેમને કામ લાગ્યો, બિપીનભાઈ હદવાણી નું મૂળ ગામ જામકંડોરણા તાલુકા નું ભાદરા અને તેવો પોતાના પિતા અને ભાઇઓ સાથે ગામ મા ફરસાણ ની દુકાન ચલાવતા હતા.

બિપીનભાઇ કહે છે મારા પિતા કહેતા ‘આપણે જે ખાઇએ તે ગ્રાહકને ખવડાવવું’ તે સિધ્ધાંતને વળગી રહેતા આજે મને સફળતા મળી છે. મારી ફેક્ટરીનો માલ જ મારા ઘરમાં નાસ્તામાં ઉપયોગમાં લેવાય છે. તેને કારણે 2006માં જે ટર્નઓવર વાર્ષિક હતું તે આજે રોજનું છે.

ગામડું હોવાથી ગ્રાહકોની રાહ જોવી પડતી ક્યારેક મંદી તો કયારેક લગ્ન પ્રસંગો સમયે તેજી, પોતાના ધંધા ના વિકાસ અર્થે બિપીનભાઈએ એક રૂપિયા મા ચવાણું ના પેકેટ બનાવી ગામડે-ગામડે ફેરી કરવાનું ચાલુ કર્યું.થોડા સમય બાદ પૈસા ભેગા થતા રાજકોટ આવી પોતાના પિતરાઈ ભાઈ સાથે રૂપિયા ૮૫૦૦ નુ રોકાણ કરી ભાગીદારી મા ગણેશ નામે ધંધો શરુ કર્યો.

આ ગણેશ નામ ના બ્રાંડ મા સેવ, ગાંઠિયા, દાળમુઠ, ચણાની દાળ, વટાણા જેવા ફરસાણ નો સમાવેશ કરવામાં આવ્યો અને તેના પેકેટ બનાવી વેચાણ શરુ કર્યું. ધંધો સારો ચાલ્યો જેથી પિતરાઇ ભાઇએ ભાગીદારી છોડી સ્વત્રંત પોતે ધંધો સંભાળી લીધો.

કોઇપણ ધંધા ની કરોડરજ્જુ ગણાતા માર્કેટિંગ કે જાહેરાત વગર રાજકોટ મા મેળવી ઉદ્યોગીક સફળતા, ૧૯૯૪ મા ધંધા મા ભાગીદારી છૂટી થતા પોતાની પત્ની દક્ષાબેન અને બેન-બનેવી ના ટેકા થી ફરી પાછુ નાનામવા રોડ ઉપર રાજનગર-૪ ખાતે આવેલ રેહ્ણાક મા કોઇપણ જમા પુંજી વગર રૂપિયા ૧૨૦૦૦ નો ચણાનો લોટ,તેલ અને મસાલાઓ બાકી મા લાવી ‘ગોપાલ’ નામની બ્રાન્ડ શરૂ કરી.

પોતે સાઈકલ પર ફરી ને આ નમકીન વેચતા અને થોડા સમય બાદ ફેરિયાઓને માલ આપી આ ધંધા મા શ્રી ગણેશ કર્યા.બે વર્ષ મા તો ધંધો જામી ગયો, ચાર વર્ષ સુધી ઘરે રહીને ધંધો કર્યા બાદ કારખાના નો વિચાર આવ્યો. જેથી હરિપર ખાતે કારખાનું ચાલુ કર્યું

અને ત્યારબાદ સતત સફળતા તેમને સામે થી આવતી ગઈ. ૨૨ વર્ષ દરમિયાન ધંધા નુ વાર્ષિક ટર્નઓવર રૂપિયા ૪૫૦ સુધી પોહ્ચાડ્યું.૫૬ કરોડ ના અધતન મશીનો માત્ર ૬ કરોડ મા થયા ઉભા, આ રીતે સતત ધંધા મા મળતી સફળતા થી માલ ની જાવક વધતા મેટોડા ની એક ફેક્ટરી મા સ્વસંચાલિત કારખાનું નાખવાનો નિર્ણય કર્યો.

ત્યારે જાપાન ની કંપની પાસે થી ભાવપત્રક મગાવતાં તેમણે રૂપિયા ૫૬ કરોડ નું ભાવ આપ્યો. આ ભાવ ના પોસાતાં તેમને જાતે આવુંજ મશીન માત્ર રૂપિયા ૬ કરોડ મા બનાવ્યું હતું. આજે રોજ નું ૩૦ ટન ઉત્પાદન ક્ષમતા ધરાવતી મશીનો સાથે ‘ગોપાલ’ નુ ફરસાણ નુ કારખાનું છે જેમાં પ્રિન્ટિંગ તેમજ તેનું પેકેજીન્ગ પણ ત્યાં જ થાય છે.કુદરતી ઉર્જા નો કર્યો ભરપુર ઉપયોગ, કુદરતી ઉર્જા જેને પાછી વાપરી શકાય તેવી ઉર્જા ગોપાલ ફરસાણ ના કારખાના મા જોઈ શકાય છે.

જેમાં મુખત્વે સૂર્ય ઉર્જા થી ચાલતું સોલાર પેનલ અને છાણ નો ઉપયોગ કરાતું બાયોગેસ પ્લાન્ટ કે જેનાથી પ્રદુષણ રહિત ઉર્જા નું ઉત્પાદન કરવામાં આવે છે તેનો ઉપયોગ ચાલુ કર્યો. તૈયાર થઈ ગયેલા માલ ને સાચવવા એક વેરહાઉસ નુ પણ નિર્માણ કરવામાં આવ્યુ છે.આજે કરે છે ૧૨૦૦ જેટલા કર્મચારીઓ કામ ગુજરાત ના રાજકોટ ની મેટોડાજી.આઈ.ડી.સી. ના મોટા કારખાના મા આજે ૧૨૦૦ જેટલા કર્મચારીઓ કાર્યરત છે.

કારખાના મા કામ કરવા સાથે ફરસાણ અને માલ-સામાન ની હેરફેર કરવા માટે ૧૦૦ થી વધુ ટ્રક છે તેમજ સાથે એક ઓટોમોબાઇલ વર્કશોપ પણ છે.ગોપાલ નમકીનના માલિક બિપીનભાઈ હદવાણીએ બિઝનેસમાં પણ આ જ અભિગમ અપનાવ્યો છે.રાજકોટના 400sq.Yardમાંથી શરૂઆત કરનાર બિપીન હદવાણી આજે 20 હજાર Sq.Mtr. વિસ્તારમાં અત્યાધુનિક ઓટોમેટેડ પ્લાન્ટ ધરાવે છે. એટલું જ નહીં એક સમયે એક બે પ્રોડક્ટ સાથે શરૂ થયેલી ગોપાલની સફર આજે અનેક પ્રોડક્ટ સુધી પહોંચી છે.

પોતાના પિતા ના સિધ્ધાંત ને જાળવ્યો, બિપીનભાઇ કહે છે કે તેમના પિતા હંમેશા કહેતા કે જે આપણે ખાવા મા ઉપયોગ કરીએ તે જ ઘરાક ને ખવડાવવું જોઈએ આ સિધ્ધાંત ને પોતાના જીવન મા ઉતારી આજે તેઓ સફળ થયા છે.તેમજ વધુ તેમણે જણાવ્યું કે તેમના કારખાના મા બનતો દરેક માલ તેમના ઘરે પણ નાસ્તા મા ઉપયોગ મા લેવાય છે. આ જ કારણ છે કે જે ટર્નઓવર તેમને ૨૦૦૬ માં વાર્ષિક મળતી આજે રોજ ની છે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker