સરકારી કર્મચારીએ 20 લાખ રોકડા સળગાવ્યા છતા પણ ભ્રષ્ટાચારના પુરાવા ન ભૂંસાયા

રાજસ્થાનમાં ભ્રષ્ટ અધિકારીઓની ધરપકડનો દોર તેજ થવા છતાં ભ્રષ્ટાચારનો મામલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. તાજો મામલો સિરોહી જિલ્લાના પિંડો બારાત તહસીલનો છે, એક ભ્રષ્ટ તહસીલદારની વિચિત્ર રમત સામે આવી છે.

ખરેખરમાં જ્યારે એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓ તહસીલદાર પાસે પહોંચવાના હતા ત્યારે પિંડોના તહસીલદારે દરવાજો બંધ કરીને રસોડામાં સ્ટવ પર 20 લાખ રૂપિયા સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. એન્ટી કરપ્શન બ્યુરોએ દરવાજો તોડીને અડધી બળી ગયેલી નોટો સાથે તહેસીલદાર કલ્પેશ કુમાર જૈનની ધરપકડ કરી હતી.

મળતી માહિતી મુજબ, એન્ટી કરપ્શન બ્યુરોને ફરિયાદ મળી હતી કે તહસીલદાર તેના એક રેવન્યુ ઈન્સ્પેક્ટર દ્વારા આમળાની છાલના ઉત્પાદનના કોન્ટ્રાક્ટ માટે એક લાખ રૂપિયાની લાંચ માંગી રહ્યા છે. માહિતી મળતાં જ એન્ટી કરપ્શન બ્યુરોએ પાલીથી એક ટીમ મોકલીને એક લાખ રૂપિયાની લાંચ લેતા રેવન્યુ ઈન્સ્પેક્ટર પરબત સિંહની ધરપકડ કરી હતી.

પરબત સિંહે કહ્યું કે તે આ પૈસા તહસીલદાર કલ્પેશ કુમાર જૈન માટે લઈ રહ્યા છે. આ પછી એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારી ધરપકડ કરાયેલા રેવન્યુ ઈન્સ્પેક્ટર પરબત સિંહ સાથે તહસીલદાર કલ્પેશ કુમાર જૈનના ઘરે પહોંચ્યા.

દરમિયાન તહેસીલદારને સમાચાર મળ્યા. તેણે દરવાજો બંધ કરીને નોટોને આગ લગાડી દીધી હતી. જ્યારે એન્ટી કરપ્શન બ્યુરોએ ઘરમાંથી ધુમાડો નીકળતો જોયો તો દરવાજો તોડી તેના ઘરમાં પ્રવેશ કર્યો હતો. લગભગ 20 લાખ રૂપિયા અડધાથી વધુ બળી ગયા હતા, તેમ છતાં એન્ટી કરપ્શન બ્યુરોએ સારી સ્થિતિમાં એક લાખ 60 હજાર રૂપિયાની નોટો રીકવર કરી છે. બાકીની મિલકતોની તપાસ અને પૂછપરછ ચાલુ છે.

Scroll to Top