સરકારે મ્યુકરમાઇકોસિસના ઇન્જેક્શનના ભાવમાં કર્યો વધારો, જાણી ચોંકી જશો….

ગુજરાતમાં અત્યારે નવી બીમારી હાહાકાર મચાવી દીધો છે. આ બીમારી મ્યુકોરમાઇકોસિસ છે. આ બીમારીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. મ્યુકોરમાઇકોસિસની સારવારમાં ઉપયોગી એમ્ફોટેરિસિન-બી ઇન્જેકશન હવે સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોમાં આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. તેની સાથે આ જાહેરાતની સાથે છ કંપનીઓના ઇન્જેકશનના ભાવ પણ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.

આ અગાઉ રૂ. 2900 થી રૂ.3300 માં ઇન્જેકશન વેંચતા હતા. પરંતુ હવે સરકારના નિર્ણય બાદ હવે તેનું વેચાણ 4563 થી માંડીને 5950 રૂપિયા થઈ ગયું છે. કેમકે ઇન્જેકશન બનાવનાર ફાર્મા કંપનીઓએ એમઆરપીમાં વધારો કરી દીધો છે. જેના કારણે સરકાર હવે વધુ ભાવે ઇન્જેકશન ખરીદી ઉંચી કિંમતે જ લોકોને આપશે. જેના લીધે દર્દીઓના પરિવારના લોકોને વધુ પૈસા ચૂકવવા પડશે.

ખાનગી હોસ્પિટલોમાં મ્યુકોરમાઇકોસિસની સારવાર લઇ રહેલા દર્દીને સરેરાશ દરરોજના 3 થી 5 અને કેટલાક દર્દીઓને 7 ઇન્જેકશન અપાઈ છે. મ્યુકોરમાઇકોસિસની સારવાર દરમિયાન 90 થી 140 જેટલા ઇન્જેકશનો આપવામાં આવે છે. આવી સ્થિતિમાં જો એક ઇન્જેકશન દીઠ રૂ.2000 સુધીનું ભારણ સરકારી હાથ ફર્યા બાદ આવે તો ગત વેવના મ્યુકોરમાઇકોસિસની સરખામણીમાં 100 ઇન્જેકશનનો જ ખર્ચ 20 લાખ રૂપિયા સુધી આવી જશે. નોંધનીય છે કે, વડોદરામાં હાલમાં મ્યુકોરમાઇકોસિસના ખાનગી હોસ્પિટલોમાં 100 જેટલા દર્દીઓ સારવાર હેઠળ રહેલા છે, તેઓના પરિવારજનો એમ્ફોટેરિસિન બી માટે ગુજરાતભરમાં શોધ કરી રહ્યાં છે.

ગુજરાતના કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિયેશનના પ્રમુખ અલ્પેશ પટેલનું કહેવા અનુસાર ભારત સિરમની એમ્ફોટેરિસિન ત્રણ મહિના અગાઉ માંડ રૂ.2900 માં પ્રાપ્ત થતી હતી, જેનો ભાવ રૂ.5071 નક્કી કરવામાં આવ્યો હતો. જ્યારે સનફાર્માની રૂ. 3300ની આજુબાજુ હતી જે રૂ.4563 માં પ્રાપ્ત થશે. મ્યુકોરમાઇકોસિસના કેસ વધી રહ્યાં છે ત્યારે સરકારે કંપનીઓના ભાવ પર નિયંત્રણ મૂકવા જોઈએ. જયારે નવાઇની વાત એ છે કે, ગુજરાતની સિપલા કંપનીને ગુજરાતમાં જ એમ્ફોટેરિસિન ઇન્જેકશન વેચવાની મંજૂરી આપવામાં આવી નથી.

Scroll to Top