રાજયમા ચાલી રહેલા સેવા સેતુના કાર્યક્રમોમા રાજકોટમા આજ રોજના 13.21 કરોડના વિવિધ કામોનું લોકાર્પણ અને આવસનો ડ્રો મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની વર્ચ્યુઅલ હાજરીમા કરવામા આવશે. આ તકે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ પણ વર્ચ્યઅલ હાજરી આપવાના છે.
તેની સાથે શહેરના જુદા-જુદા વોર્ડમાં વિવિધ વિકાસ કામો પૈકી રૂ. 13.21 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ તથા રૂ.10.37 કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત મળી કુલ રૂ. 23.58 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ સિવાય રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિર્માણ પામી રહેલ ઈઉજી-૨ના 1776 આવાસોના ફાળવણી ડ્રો પણ આજે કરવામાં આવશે.
જેમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, બાંધકામ સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ, ડ્રેનેજ સમિતિ ચેરમેન હિરેનભાઈ ખીમાણીયા, વોટર વર્કસ કમિટી ચેરમેન દેવાંગભાઈ માંકડની એક સંયુક્ત યાદીમાં જાણવા મળ્યું છે કે, રાજ્ય સરકાર ના સુશાસનના પાંચ વર્ષની ઉજવણી અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ક્ષ્વિકાસ દિવસ અંતર્ગત જુદા જુદા વિકાસ કામોના ખાતમુહૂર્ત, લોકાર્પણ તથા આવાસ ફળવણી ડ્રો કાર્યક્રમ પૂ.પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે યોજવામાં આવી રહ્યો છે.
આ તક પર કાર્યક્રમનું દિપ પ્રાગટય ગુજરાત મ્યુનિસિપલ ફઇનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઈ ભંડેરીના હસ્તે કરાશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડૉ.પ્રદિપ ડવ પણ હાજર રહેશે.