કોરોનાના વધી રહેલા કહેરના કારણે લોકોમાં હવે ચીંતાનો માહોલ ફેલાયેલો છે દિવસેને દિવસે કોરોના તેના રંગ બદલતો જઈ રહ્યો છે ત્યારે આવા સમયે કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર દ્વારા અમુક સલાહ સુચનો આપાવામાં આવ્યા છે.
એડવાઈઝરીમાં એં કહેવામાં આવ્યું છે કે ઘરમાં સારા વેન્ટિલેશન દ્વારા આપણે સંક્રમણને અટકાવી શકીએ તેમ છે સારા વેન્ટિલેશન દ્વારા સંક્રમણ ફેલાવાની શક્યતા ઓછી છે કે કારણકે જો હવાની અવરજવર યોગ્ય હશે તો સંક્રમણ પણ તેટલું જલ્દી નહી ફેલાઈ શકે. માટે જો તમારા ઘરમાં કોઈને કોરોના થયો હોય તો દર્દીના રૂમમાં વેન્ટીલેશન યોગ્ય રાખજો જેથી સંક્રમણ તમારા સુધી નહી અહોચી શકે.
ખાસ કરીને ઓફિસોમાં વેન્ટીલેશનને લઈને ઘણા પ્રોબ્લેમ હોય છે કારણકે મોટા ભાગની ઓફિસો હવે સેન્ટ્રલ મેનેજમેન્ટ વાળી બિલ્ડીંગોમાં છે જેથી ત્યા યોગ્ય પ્રમાણમાં વેન્ટિલેશમ નથી થતું પરંતુ આવી ઓફિસોના એર ફિલ્ટરમાં સુધારો કરવાથી ઘણો ફરક પડી શકે છે પરંતુ મોટા ભાગની ઓફિસોમાં એર ફિલ્ટર કરવામાં આવતુંજ નથી.
શોપિંગ મોલ અને ઓડિટોરિયમ જેવી જગ્યાઓએ ટેબલ ફેન જેની સિસ્ટમનો ઉપયોગ કરવા માટે કહવેમાં આવ્યું છે જેથી તેના કારણે વેન્ટિલેશનનું પ્રમાણ રહે સાથેજ પંખો પણ એવી જગ્યાએ રાખવાનું કહેવામાં આવ્યું છે કે જ્યાથી દૂષિત હવા સીધી બહારની તરફ જાય પરંતુ જો પંખો યોગ્ય જગ્યાએ નહી હોય તો તે દૂષિત હવાને કારણે સંક્રમણ ફેલાવાનો ભય રહેલો છે.
સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારે સલાહ આપતા કહ્યું તે એરોસોલ અને ડ્રોપલેટ્સ દ્વારા વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. એરોસોલ હવામાં 10 મીટર સુધી જઈ શકે છે. આ સીવાય એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ સંક્રમિત નથી તો પણ તેનામાંથી પુરતા ડ્રોપલેટ્સ નીકળે છે. જેના કારણે બીજા લોકો પણ સંક્રમિત થતા હોય છે.
આજ કારણ છે કે કોરોનાની બીજી લહેર ભારત માટે ઘાતક સાબિત થઈ છે. એડવાઈઝરી દ્વારા કહેવામાં આવ્યું છે કે કોરોનાના આ વેરિઅન્ટથી બચવા માટે ડબલ માસ્ક અથવા તો N95 માસ્ક પહેરવું જોઈએ. પરપંતુ તેના માટે લોકોનો સાથ સહકાર મળે લોકો ગાઈડલાઈનનું પાલન કરે તે જરૂરી છે. માસ્કનો ઉપયોગ જો તમે કરશો તો વેન્ટિલેશન અને સોશિયલ ડિસટન્સિંગ સામેની લડાઈથી આપણે દૂર રહી શકીશું.