કોરોના મહામારીની બીજી લહેર દેશમાં ઝડપથી ફેલાઈ રહી છે અને એવામાં લોકો તેમની ચપેટમાં આવી રહ્યા છે. જ્યારે બીજી તરફ સેલેબ્સ પણ કોરોના સંક્રમિત થવાના સમાચાર સતત આવી રહ્યા છે. હવે સુપરસ્ટાર ગોવિંદા પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે અને તેમને પોતાને હોમ કોરેનટાઈન કરી લીધા છે. ગોવિંદાના પ્રવક્તાએ અભિનેતાના સ્વાસ્થ્ય વિશેની માહિતી આપી છે.
તેમને જણાવ્યું છે કે, “ઘણી સાવધાની હોવા છતાં ગોવિંદા કોરોના પોઝીટીવ જોવા મળ્યા છે. તેમનામાં કોરોનાના હળવા લક્ષણો છે અને તે હજુ પણ હોમ કોરેનટાઈનમાં છે.” ગોવિંદાની પત્ની સુનીતા આહુઝાને અભિનેતાના સંપર્કમાં આવેલ લોકોથી વિનંતી કરી છે કે, તે કોરોનાનો ટેસ્ટ કરાવી લે. ગોવિંદાએ પોતાના ચાહકો, મિત્રો અને શુભેચ્છકો પાસેથી ટૂંક સમયમાં સ્વસ્થ થવા માટે આશીર્વાદ માંગ્યા છે.
જ્યારે ગોવિદા પહેલા અભિનેતા અક્ષય કુમારના કોરોના સંક્રમિત થવાના સમાચાર સામે આવ્યા હતા. અક્ષય કુમારે પણ પોતાના કોરોના સંક્રમિત થવાની જાણકારી આપતા લખ્યું હતું કે, “હું બધાને આગ્રહ કરું છુ કે આજ સવારે હું કોરોના વાયરસની ચપેટમાં આવ્યો છુ.
બધી વાતોને ધ્યાનમાં રાખતા મેં પોતાને તાત્કાલિક આઈસોલેટ કરી લીધા છે. પોતાના ઘરમાં જ હું કોરેનટાઈન છુ અને બધા ડોક્ટર્સની નિગરાણીમાં રહી રહ્યો છુ. હું બધાને આગ્રહ કરું છુ કે, તાજેતરમાં જે પણ મારા સંપર્કમાં આવ્યા છે તે પોતાનો કોરોનાનો રિપોર્ટ કરવી લે. હું જલ્દી જ પરત કામ પર ફરીશ.”