સરકાર આઉટસોસિંગથી ચાલે છે, સવા લાખની ભરતીનું જૂઠ્ઠાણું: પરેશ ધાનાણી

  • નોકરીની જાહેરાત બહાર પડે છે પછી ઇન્ટવ્યૂ બાદ આગળ કંઈ નથી થતું, એજન્સી સરકાર ચલાવતી હોવાનો આરોપ

રાજ્યમાં એક તરફ લાખા શિક્ષિત બેરોજગાર નોકરી માટે દરબદર ભટકી રહ્યા છે. તો બીજી તરફ રાજ્ય સરકારના આરોગ્ય સહિતના અનેક વિભાગમાં હજારો જગ્યાએ ખાલી પડી હોવા છતા તેમાં સીધી કાયમી ભરતી કરવાની જગ્યાએ કોન્ટ્રાક્ટ, આઉટસોસિંગ અને ફીક્સ પગારથી નિમણૂકો કરવામાં આવે છે. એટલું જ નહીં આ કર્મચારીઓની નિમણૂક માટે નક્કી કરવામાં આવેલી એજન્સીઓ મનફાવે તે રીતે આવા કર્મચારીઓનું શોષણ કરે છે.

ત્યારે આ પ્રથા બંધ કરીને જે તે સરકારી વિભાગમાં કાયમી ભરતી કરવાની મગ વિપક્ષી નેતા ધાનાણીએ વિધાનસભામાં કરી છે. બે દિવસ અગાઉ વિધાનસભામાં સરકારે પોતે જ સ્વિકાયુO હતું કે છેલ્લા બે વર્ષમાં માત્ર 1777 જેટલા અરજદારોને સરકારી નોકરી આપવામાં આવી છે. જોકે તમે છતા ગુજરાત સરકારે જાહેરમાં સવા લાખ લોકોની ભરતી કરી હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું હોવાનો આરોપ ધાનાણીએ મૂક્યો છે. વિપક્ષી નેતા ધાનાણીએ જણાવ્યં કે, દરેક હાથને કામ મળે અને કામના પૂરેપૂરા દામ મળે એવી સમગ્ર ગુજરાતની લાગણી છે.

ગુજરાતમાં 2006થી ફીક્સ પગાર, કરાર આધારિત નોકરી અને આઉટસોર્સ પ્રથાને કારણે આજે 26 વિભાગ, 43 પ્રભાગ, 193 બોર્ડ નિગમ અને કંપનીઓ સહિત આખી સરકાર ફીક્સ પગાર, કરાર આધારિત કર્મચારીઓ અથવા આઉટસો‹સગથી ચાલે છે. ગત વિધાનસભામાં સરકારે જાહેરાત કરી હતી કે એસક્રો એકાઉન્ટ ખોલીને તેના મારફત તમામ કર્મચારીઓને 100 ટકા પગાર સીધો જ ચૂકવવામાં આવે છે.

હકીકતમાં ભાવનગરની એમ. જે. સોલંકી એન્ડ એસોસિએટ્સ અને મે. ડી.જી. નાકરાણી એન્ડ એસોસિએટ્સ નામની બે એજન્સી જ આજે પણ સરકારના તમામ વિભાગો, બોર્ડ નિગમો સહિત આખા રાજ્યમાં આઉટસો‹સગથી ભરતી કરે છે. આ એજન્સીઓ કર્મચારીઓને 50થી 60 ટકા જ પગાર ચૂકવતી હોવાથી ખુદ સરકારના જ શ્રમ અને રોજગાર વિભાગે આ એજન્સીઓને નોટિસ ફટકારી બ્લેક લિસ્ટ કરવાની દરખાસ્ત પણ કરી હોવા છતા આ એજન્સીઓને સરકાર અન્ય વિભાગોમાં કામ આપી રહી છે.

વિપક્ષી નેતાએ સરકારી ભરતીની જાહેરાતને યુવાનો સાથે છેતરપિંડી સમાન ગણાવતા કહ્યું કે ચૂંટણી પહેલા સરકારી ભરતીની જાહેરાત આપે છે. આ જાહેરાતના પગલે આશાસ્પદ યુવાનો દિવસ રાત મહેનત કરીને પરીક્ષા આપે છે. પરીક્ષા પાસ કરવા માટે ક્લાસીસની મોંઘી મોંઘી ફી ભરીને મહેનત કરે છે. પરીક્ષા લેવાય છે અને પરિણામ પણ જાહેર થાય છે. ત્યાર બાદ ઇન્ટવ્ર્યુ માટે અરજદારોને બોલાવાય છે. પરંતુ ઇન્ટવ્ર્યુમાં નાણાંના જોરે પાસ-નપાસનો નિર્ણય કરવામાં આવે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top