ઘણા માબાપ પોતાના સગા સંબંધી પર વિશ્વાસ રાખતા હોય છે પરંતુ આજે અમે તમને જે કિસ્સો સાંભળાવીશું ત્યારબાદ તમે તમારા સાગા સંબંધી પર વિશ્વાસ રાખતા પહેલા સો વાર વિચારશો.
અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં દાદા-દાદી સાથે રહેતી યુવતીને કૌટુંબિક સંબંધી યુવકે તેના દાદા સાથેના બીભત્સ ફોટો મોર્ફ કરી તેને બદનામ કરશે એવી ધમકીઓ આપી હતી. આવી ધમકીઓ આપી યુવકે અવારનવાર યુવતી સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા.
નરોડા પોલીસે આ મામલે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે. પિતાના મોત બાદ યુવતી દાદા-દાદી સાથે રહે છે. મૂળ સાબરકાંઠાની 18 વર્ષીય યુવતીનાં માતા પિતાનું અવસાન 16 વર્ષ પહેલાં બીમારીથી થયું હોવાથી નરોડામાં તેના દાદા દાદી સાથે રહે છે.
માર્ચ 2019 માં આ યુવતીનો સંબંધી રાહુલ સાબરકાંઠાથી અમદાવાદ પ્લમ્બિંગનું કામ કરવા આવ્યો હતો. તેણે પણ નરોડામાં ભાડે મકાન રાખ્યું હતું. સંબંધી હોવાથી એકબીજાના ઘરે આવવા જવાનું થતું રહેતું હતુ. ધમકી આપી અવારનવાર યુવક યુવતીને ગેસ્ટ હાઉસમાં બોલાવી શારીરિક સંબંધ બાંધતો.
બનાવટી તસવીરો વાઈરલ કરવા ધમકી આપી થોડા સમય બાદ આ રાહુલે યુવતીને કહ્યું હતું કે, તારા અને તારા દાદા વચ્ચે ખરાબ સંબંધ છે તેવા બીભત્સ તસવીરો બનાવી તે વોટ્સએપ પર વાઈરલ કરી દેશે. આ પ્રકારની ધમકી આપી અવાર નવાર રાહુલ યુવતીને ગેસ્ટ હાઉસમાં બોલાવતો હતો. ગેસ્ટ હાઉસમાં બોલાવી તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. યુવતીએ હિંમત એકઠી કરી કાકીને વાત કરતા તેણે તેના સાસુસસરાને હકીકત જણાવી.
સમાધાન માટે યુવકને બોલાવતા તેણે મારામારી કરી
થોડા સમય બાદ યુવતીએ હિંમત એકઠી કરી તેના કાકીને આ વાત કરી હતી. કાકીએ તેમના સાસુ સસરાને આ વાત કરતા રાહુલનાં પરિવારને બોલાવી સમાધાન કરી વાતચીત કરવા ભેગા થયા હતા. પણ ત્યાં રાહુલે સગીરાનાં દાદા સાથે મારામારી કરી ધમકીઓ આપી ત્યાંથી ભાગી ગયો હતો.
છેવટે નરોડા પોલીસ સ્ટેશનમાં યુવતીએ રાહુલ સામે ફરિયાદ નોંધાવી છે. ધમકી આપી શારીરિક સંબંધો બાંધનારને પકડવા નરોડા પોલીસે તજવીજ હાથ ધરી છે અને જલ્દી તેને પકડી પાડવામાં આવશે.