દેશમાં હવે બ્લેક, વાઈટ અને યલ્લો બાદ હવે ગ્રીન ફંગસનો એક કેસ સામે આવી રહ્યો છે. ઈન્દોરમાં હવે ગ્રીન ફંગસનો દેશનો પ્રથમ દર્દી જોવા મળ્યો છે. તેની સાથે દર્દીને તરત જ એરલિફ્ટ કરીને મુંબઈ ખસેડવામાં આવ્યો છે. ભારતમાં કોરોનાના કહેર બાદ હવે ફંગસના દર્દીઓ જોવા મળી રહ્યા છે. જેમાં બ્લેક, વાઈટ અને યલો ફંગસ બાદ હવે દેશમાં ગ્રીન ફંગસનો પ્રથમ દર્દી ભારતમાં આવ્યો છે. જેના લઈને ચકચાર મચી ગયો છે. જ્યારે ઈન્દોરના અરવિંદો હોસ્પિટલમાં દર્દીને ભરતી કરવામાં આવેલ કોરોનાના એક દર્દીને ગ્રીન ફંગસ થયો છે. તેની સારવાર કરવા માટે તેને મુંબઈ એર લિફ્ટ કરાયો છે.
બ્લેક ફંગસ બાદ ઈન્દોરમાં ગ્રીન ફંગસનો દેશનો પહેલો કેસ સામે આવ્યો છે. માણિકબાગ વિસ્તારમાં રહેનાર 34 વર્ષીય દર્દી કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા હતા. તેના ફેફસામાં આશરે 90 ટકા સંક્રમણ ફેલાયેલ હતું. બે મહિના સુધી સારવાર ચાલ્યા બાદ દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. 10 દિવસ બાદ દર્દીને હાલત ફરી બગડવા લાગી અને તેના ડાબી બાજુના ફેફસામાં રસી ભરાઈ ગઈ હતી. જેના કારણે ફેફસામાં એસરપરજિલસ ફંગસ જોવા મળ્યું જેને ગ્રીન ફંગસ પણ કહેવામાં આવે છે.
નિષ્ણાતોના મુજબ, લીલી ફૂગ કાળી ફૂગથી વધુ જોખમી હોય છે. આ કારણોસર દર્દીની સ્થિતિ સતત બગડી જાય છે. દર્દીની સ્ટૂલમાં લોહી જરાપણ રહેતું નથી. તાવ પણ 103 ડિગ્રી રહ્યો હતો. એમ્ફોટેરેસીન બી ઇન્જેક્શન લીલી ફૂગ પર પણ કામ કરતું નથી.
રાજ્યમાં ગ્રીન ફંગસના આ પ્રથમ કેસ જે કોવિડ પછીના દર્દીઓમાં દેખાયો છે. કોરોનાની ઝડપ ઓછી થઈ છે, પરંતુ બ્લેક ફંગસના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે એવામાં ગ્રીન ફંગસનો કેસ સામે આવવો ચિંતાજનક રહેલો છે. તાજેતરમાં દર્દીને વધુ સારી સારવાર માટે દર્દીને મુંબઇ મોકલી દેવામાં આવ્યો છે.