પોલીસની પૂછપરછમાં હત્યારા ફેનિલે ગ્રીષ્માની હત્યાના પ્લાનિંગને લઇ કર્યો ભયાનક ખુલાસા

સુરતની ગ્રીષ્મા વેકરિયાના હત્યા કેસમાં આરોપી ફેનિલ ગોયાણીની હોસ્પિટલમાંથી રજા મળતા સુરતની કામરેજ પોલીસે ધરપકડ કરી લીધી છે. આ ધરપકડ બાદ આરોપીને રિમાન્ડ મેળવવા માટે કોર્ટમાં રજૂ કરતા પહેલા પૂછપરછ કરવામાં આવી હતી. આ પૂછપરછ દરમિયાન આરોપીએ કેટલાક મોટા ખુલાસ કર્યા હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય કે આરોપી ફેનિલે 12 ફેબ્રુઆરીના રોજ જાહેરમાં માસૂમ ગ્રીષ્માને રહેંસી નાખી હતી. આરોપી કેટલાક સમયથી હત્યાનું પ્લાનિંગ કરતો હતો તે અંગે પણ કેટલાક ખુલાસા થયા હોવાનું સામે આવ્યું છે. આ સાથે SITની પણ રચના કરવામાં આવી છે, જે ટીમ દ્વારા તપાસ પણ શરુ કરી દેવામાં આવી છે.

આરોપી ફેનિલ ગોયાણીને સાથે રાખીને SITની ટીમ તપાસ કરવામાં આવી હતી. જેમાં આરોપીને ઘટના સ્થળ પર લઈ જઈને ઓળખ પરેડ પણ કરાવવામાં આવી હતી. રિપોર્ટ્સ મુજબ આરોપીએ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. જેમાં તેણે મહિના પહેલાથી હત્યા માટે પ્લાનિંગ કર્યું હોવાનું કબૂલ્યું હતું.

હત્યારા ફેનિલે એક મહિના પહેલાથી ગ્રીષ્માની હત્યા માટે પ્લાનિંગ કર્યું હોવાનો ખુલાસો થયો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ તેણે એક મહિના પહેલાથી બે ચપ્પુ ખરીદ્યા હોવાનું પોલીસ સમક્ષ કબૂલ્યું છે. આ સાથે તેણે આપઘાત કરવાનું ખોટું તરકટ પણ રચ્યું હતું.

મળતી માહિતી અનુસાર આરોપીએ પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન અવળા જવાબો આપ્યા હતા. આ દરમિયાન આરોપી છોરો ક્યાંથી લાવ્યો તેની કોણે મદદ કરી હતી તે દિશામાં પણ તપાસ કરી રહી છે. આરોપીએ એવો આક્ષેપ કર્યો હોવાનું સામે આવી રહ્યું છે કે પ્રેમ પ્રકરણનો ભાંડો ફૂટ્યા બાદ વાતચીત બંધ થઈ ગઈ હતી. આ સાથે ગ્રીષ્માના મામાએ ફોટો જોઈ લેતા ફોન લઈ લીધો હતો તથા પરિવારને 5-7 લોકોએ માર માર્યો હોવાનો પણ આરોપીએ દાવો કર્યો છે.

આ ઘટના પછી તેને લાગી આવતા તેણે હત્યા કરી હોવાનું કબૂલ્યું છે. હવે આરોપીની પૂછપરછ દરમિયાન લીધેલા નિવેદન અને તેના ગેરકાયદેસર ધંધા તથા ડ્રગ્સના રવાડે ચઢ્યો હોવાના સહિતના વિષયને લઈને તપાસ કરવા માટે વધુમાં વધુ રિમાન્ડ કોર્ટને મંજૂર કરવા માટે સુરત પોલીસ દ્વારા રજૂઆત કરવામાં આવી શકે છે.

Scroll to Top