ગ્રીષ્મા વેકરિયાની અંતિમયાત્રામાં ઘરથી સ્મશાન સુધી હજારો લોકો જોડાયા, ભાઈએ મુખાગ્નિ આપી

સુરતના કામરેજ તાલુકામાં પાસોદરા પાટિયા નજીક બે દિવસ પહેલા (12 ફેબ્રુઆરી) એકતરફી પ્રેમમાં પાગલ યુવકે જાહેરમાં ગ્રીષ્મા વેકરિયા નામની માસુમ યુવતીનું ગળું કાપી મોતને ઘાટ ઉતારી દીધી હતી. યુવતીની આવી ઘાતકી હત્યાને લઈને આખા રાજ્યમાં આરોપી સામે રોષની લાગણી પ્રસરી ગઇ છે અને આરોપીને કડકમાં કડક સજા કરવા લોકો માંગ કરી રહ્યા છે.

ગ્રીષ્માના પિતા આફ્રિકામાં હોવાથી ગ્રીષ્માના અંતિમસંસ્કાર બે દિવસ સુધી કરવામાં આવ્યા નહોતા. દીકરીની નિર્મમ હત્યા અંગે સાંભળી પિતાનું તો હૃદય કપાઈ ગયું હતું. આફ્રિકાથી સુરત આવેલા પિતાને દીકરીની હત્યાની જાણ થતાં જ જમીન પર ઢળી પડ્યા હતા.

બીજી તરફ અંતિમ યાત્રાને લઈને સોસાયટીને કોર્ડન કરવામાં આવી છે. પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે. ગ્રીષ્માની અંતિમ સફર શરૂ થઈ ગઈ છે. તેના મૃતદેહ પાસે માતા-પિતાનું આક્રંદ છે. સમાજના લોકો ચોધાર આંસુએ વિદાય આપી રહ્યા છે. ગ્રીષ્માની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં માનવમેદની ઉમટી પડી છે. પોલીસ બંદોબસ્ત સાથે અંતિમયાત્રા યોજાઈ છે. ઈજાગ્રસ્ત હાલતમાં ભાઈએ બહેનને જવતલ હોમવાની જગ્યાએ મુખાગ્નિ આપી હતી.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો