12 ફેબ્રુઆરીના રોજ સુરતના કામરેજ તાલુકામાં પાસોદરા પાટિયા નજીક એકતરફી પ્રેમમાં પડેલ પટેલ યુવકે પટેલ યુવતીની જાહેરમાં ચાકુ વડે ગળું કાપીને હત્યા કરી દીધી હતી. અને પોતે પણ તેના પગમાં ચાકુ અને ઝેરી દવા પીને આત્મહત્યા જાર્વાનો પ્રયાસ કર્યો હતો જો કે આ યુવતીનો મોત થઇ ગયું હતું અને તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતોત્યારે હવે તેની સ્થિતિમાં થોડો સુધારો થતા તેનું નિવેદન સામે આવ્યું છે.
ફેનિલ ગોયાણીએ પોલીસ સમક્ષ ચોંકાવનારું નિવેદન આપ્યું હોવાનું પોલીસસૂત્રોનું કહેવું છે. જેમાં તેને જણાવ્યું છે કે હું એક તરફી પ્રેમી ન હતો, જો કે અમે બંને એકબીજાને પ્રેમ કરતા હતા. અને આ બંનેને મિત્રતા ગ્રીષ્માના જ મિત્ર પવન કળથિયા દ્વારા થઈ હતી. અને બાદમાં પવન ફેનિલની બાઇક લઈને તે ગ્રીષ્માને મળવા જતો હતો. ત્યારબાદ તેઓ બને એકબીજાની નજીક આવવા લાગ્યા હતા. અને બંને એ એકબીજા સાથે મેસેજ પર વાતચીત શરૂ કરી હતી અને એકબીજાને મળવા જતા હતા.
જો કે 22 ડિસેમ્બરે આ ગ્રીષ્માની બર્થ ડે હતી ત્યારે પણ બને એકબીજાને મળ્યા હતા. ત્યારબાદ તેના મામાને તેમના ગ્રીષ્માના ફોટોથી પ્રેમસંબંધની જાણ થઈ ગઈ હતી. ત્યારબાદ ગ્રીષ્માએ તેને વાત ન કરવા માટે કહ્યું હતું. હું તને સામેથી મેસેજ કરીશ. ત્યારબાદ ગ્રીષ્માના મામા અને કાકાએ તેને કહ્યું હતું કે જે લફરું છે એ મૂકી દેજે, નહીં તો તારો વારો લાગી જશે. ત્યારે ફેનિલે કહ્યું હતું કે ગ્રીષ્મા સાથે મારો પ્રેમસંબંધ છે, એટલે તમે અમારા લગ્ન કરાવી આપો. ત્યારે તેના મામાએ કહ્યું હતું કે આ બધું બંધ કરી દે અને તારા ઘરે ચાલ. તારાં મમ્મી-પપ્પાને મારે મળવું છે.
જો કે એક દિવસ રાત્રે ફેનિલના ઘરે ફોર-વ્હીલર લઈને 5થી 7 જેટલા માણસો આવ્યા હતા અને તું ફેનિલ છે કહીને તેને લાફો મારી દીધો હતો. અને આ લોકોએ ફેનિલનાં માતા-પિતાને પણ માર માર્યો હતો. આ ઘટનાને લઈને ફેનિલને મનમાં લાગી આવ્યું હતું. બાદમાં તેને આ હત્યા કરી હોવાનું જણાવ્યું છે.
જો કે આ ગ્રીષ્માની અંતિમ વિધિમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જેમાં અનેક સમાજના લોકોએ ચોધાર આંસુએ તેને અંતિમ વિદાય આપી હતી. અને આ અંતિમયાત્રા પોલીસ બંદોબસ્ત સાથે યોજવામાં આવી હતી. અને તેના ઈજાગ્રસ્ત ભાઈએ તેની બહેનને જવતલ હોમવાની જગ્યાએ મુખાગ્નિ આપી હતી.