ગૃહ મંત્રી અમિત શાહ PM બનવાની તૈયારીઓમાં,‛અબકી બાર અમિત શાહ સરકાર’..

અમિત શાહ આપણાં ગૃહ મંત્રી છે.અને ભાજપ ના દિગ્ગજ નેતા તરીકે પણ ઓળખવામાં આવે છે.અમિત શાહ આજ સુધી કોઈ ચૂંટણી હાર્યા નથી.છેલ્લા કેટલાક દિવસથી અમિત શાહ રાજનીતિક જીવન સિવાય સામાજિક જીવનમાં વધુ જોવા મળી રહ્યાં છે.અને તેમનામાં ઘણા ફેરફારો જોવા પણ મળ્યા છે.આજે તેમની એક નવી તસવીર પોતાની પૌત્રી રુદ્રી સાથે તેમના ફેસબુક એકાઉન્ટ પર આવી છે.જે ખુબજ વાયરલ થઈ રહી છે.

જે અમિત શાહના કડક સંગઠન કર્તાની ઇમેજને સંપૂર્ણ ભુંસીને એક પિતાની ઇમેજ વધારે વિકસાવી રહ્યોં છે.અમિત શાહ હવે પરિવારીક,સામાજિક, તેમજ ગેર રાજનીતિક કાર્યક્રમમાં સામાન્યતા જોવા મળી જાય છે પણ શું અમિત શાહની જે છબી વિકસી રહી છે તે કેટલી ગેરરાજનીતિક છે?અમિત શાહ તમના જીવનમાં અનેક ફેરફર જોવા મળ્યા છે.

અમિત શાહ પોતાનું વ્યવહારિક જીવન ખુબજ શાંતિ પૂર્વક જીવે છે.અને તેમના જીવનમાં ઘણા ફેરફારો આવા લાગ્યા છે.અમિત શાહ અત્યારે પોતાની છબીને લઇને વધુ સાવધાન થઇ રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે.શાહ હવે પોતાના ભાષણમાં પોતાના કામની સાથે-સાથે સામાજિક જીવન વિશે પણ ચર્ચા કરતા જોવા મળે છે.અને સામાજિક જીવન ની પણ કેટલીક વાતો કરે છે.દેશના ગૃહમંત્રી અમિત શાહ કડક નેતાની છબી ધરાવે છે અને તેમની આ છબી સુધારવા માટે તેમની અંદર મોટો બદલાવ જોવા મળ્યો હોય તેમ લાગી રહ્યું છે. અમિત શાહના આ બદલાવ સામાન્ય ઉત્સુકતા ઉભી કરે તેવી છે કે શું અમિત શાહ આગામી વડાપ્રધાન બનવાની તૈયારીમાં તો નથી?

નરેન્દ્ર મોદીને જ્યારે 2013માં ભાજપે વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા ત્યારે તેમની અંદર મોટો બદલાવ જોવા મળ્યો હતો.નરેન્દ્ર મોદીની તે પછી ગરીબ ચા વાળા, લાગણીશીલ પુત્ર,સૌને સાથે લઇને ચાલનાર વ્યક્તિત્વ તેમજ વિકાસ પુરૂષ તરીકે પોતાની છબી ઉભી કરી હતી. જે કારણે જ જંગી બહુમતીથી નરેન્દ્ર મોદીની તેમજ ભાજપની પહેલી પૂર્ણ બહુમતીવાળી સરકાર બની હતી અને નરેન્દ્ર મોદી લોકલાડીલા પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા.આમ અમિત શાહ પણ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના રસ્તા પર ચાલી રહ્યા છે.અને તેમના જેવા ચુસ્ત પણ બની રહ્યા છે.

અમિત શાહ એક એવા નેતા છે જેમની જગ્યા ભારતીય જનતા પાર્ટી માં કોઈ લઈ શકે તેમ નથી.અમિત શાહ છેલ્લા થોડાક સમયથી પોતાની સામાન્ય છબી જે કડક અને તુંડ મિજાજી સેનાપતિ તરીકે ઉભી છે તે ભુંસીને પોતાની છબી સામાન્ય,સંવેદનશીલ અને લાગણીશીલ વ્યક્તિ તરીકે વિકસાવી રહ્યાં હોય તેમ લાગી આવે છે.અને અત્યારે તેમના જીવનમાં અનેક ફેરફારો જોવા મળે છે.અત્યાર સુધી અમિત શાહની વ્યક્તિગત છબી એક સંઘર્ષશીલ સેનાપતિ, અનુશાસિત અને કડક સંગઠન કર્તા તેમજ કોઇ પણ ભોગે ચૂંટણી જીતાડનાર નેતા તરીકે પ્રચલિત છે.

પરંતુ હવે કંઈક બીજું કરવાની શોધ માં છે.જે હવે અમિત શાહ બહુ જ સાવધાનીપૂર્વક સામાજિક વ્યક્તિત્વ, લાગણીશીલ નેતૃત્વ કર્તા અને મમત્વપૂર્ણ સૌને સાચવનાર વડીલ તરીકે વિકસાવી રહ્યાં છે.આમ અમિત શાહ ના જીવનમાં અનેક ફેરફારો જોવા મળી રહ્યા છે.અમિત શાહ હાલની ચૂંટણી માં પણ વિજય પ્રાપ્ત કર્યો હતો.અને અમિત શાહ આજ સુધી ચૂંટણી હાર્યા નથી.

અમિત શાહ અવાર નવાર કોઇ બિન રાજકીય સામાજિક કાર્યક્રમમાં જોવા મળી આવે છે તો સાથે ચૂંટણી વખતે માત્ર એક ભાજપના સેનાપતિની જગ્યાએ ભાજપના વડીલ હોય તેવી રીતે જવાબ આપતો અને ટીવી કાર્યક્રમોમાં સામેલ થતા જોવા મળી જાય છે.તમે હવે અમિત શાહને કોઇ પણ સામાન્ય વ્યક્તિની ખભા પર હાથ મુકીને ચાલતા કે સામાન્ય લોકો સાથે નાશ્તાની મજા માણતા જોઇ શકો છો.જે તેમની લોકપ્રચલિત અમિત શાહની છબીથી સાવ જુદો ચિત્ર ઉભો કરે છે.આમ અમિત શાહ ના જીવનમાં સામાજિક વાદલાવ જોવા મળી રહ્યા છે.

અમિત શાહની ઇમેજ મેકઓવર છેલ્લા દોઢેક વર્ષથી શરૂ થઇ હોય તેમ લાગી આવે છે.2019ના લોકસભા ચૂંટણી દરમિયાન અમિત શાહ ફક્ત એક સંગઠન કર્તાની જગ્યાએ પાયાના નેતા તરીકે વધારે કાર્યરત થયા.અને છેલ્લા ઘણા સમય થી ફેરફારો જોવા મળી રહ્યા છે.આખી ચૂંટણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી વધારે જનસભાઓ અને રેલી અમિત શાહે કરી હતી.અને મોદી કરતા પણ વધારે એ સભાઓ કરી ચુક્યા છે.અને અનેક પ્રચારો પણ કરી ચુક્યા છે.

આટલુ જ નહીં ચૂંટણી પ્રચાર પૂર્ણ થતા 2014-2019ની સરકારની છેલ્લી પ્રેસ કોન્ફરન્સ પણ અમિત શાહના નેતૃત્વમાં કરાઇ હતી અને અત્યારના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે લગભગ દરેક જગ્યાએ ફેસ ઓફ ઓકેશન (Face Of occasion) રહે છે.આમ અમિત શાહ છેલ્લા કેટલાક સમય થી વધારે જોશ માં જોવા મળ્યા છે.તે ચુપચાપ બેસી રહ્યાં હતા. 2019ની આખી ચૂંટણી દરમિયાન ડ્રાઇવિંગ સીટ અમિત શાહ પાસે છે તેવુ ચિત્ર ઉપસી આવતુ હતું. પબ્લિસિટીથી દૂર રહેનાર અમિત શાહ પર આ દરમિયાન એક પુસ્તક પણ પ્રકાશિત થયુ જે શ્યામાપ્રસાદ મુખર્જી ફાઉન્ડેશનના અનિર્બાન ગાંગુલી અને શિવાનંદ દ્વિવેદીએ લખી અને કાર્યાલયથી મંત્રાલય સુધી દરેક જગ્યાએ અમિત શાહની વ્યક્તિગત છબી આ પુસ્તકના માધ્યમથી પહોચી હતી.

અમિત શાહના સામાજિક, રાજનૈતિક તેમજ આર્થિક મુદ્દે સતત ઇન્ટરવ્યૂ ટીવી ચેનલમાં થયા અને ઢગલાબંધ લેખો જે અમિત શાહના વ્યક્તિત્વ પર હતા તે અલગ અલગ પ્રકાશનોમાં પ્રકાશિત થયા.આમ અમિત શાહ પર કેટલા પુસ્તકો પણ લખાયા છે.અને તેમનું મહત્વ ખૂબ જ વધી ગયું છે.આ ઉપરાંત અમિત શાહ એક એવા માણસ બની ગયા છે કે તેમની સરખામણી ભાજપ ના નેતાઓ સાથે થાય તેમ નથી.શાહ હવે પોતાની રેડિકલ ઇમેજને લઇને પણ સાવચેત થઇ ગયા હોય તેના પરચા વારંવાર મળી આવે છે.

ભાજપ એક દક્ષિણ પંથી પાર્ટી હોવાને કારણે અવાર નવાર અલ્પસંખ્યક સમુદાય પર ભલે એટેકિંગ મોડમાં રહે છે પરંતુ અમિત શાહ હવે બહુ જ સાવચેતી પૂર્વક ધર્મ અને સમુદાયના મુદ્દે નિવેદનો રજૂ કરે છે,તમે કોઇ પણ અમિત શાહના નિવેદન સાવચેતી પૂર્વક જુઓ તો અમિત શાહ એવા જ નિવેદન આપે છે જેથી તેમની છાપ કટ્ટર ધાર્મિક નેતા તરીકે ના ઉભી થાય.આમ અમિત શાહ વડાપ્રધાન બનવાની તૈયારી કરી ચુક્યા છે.અને તેના માટે તે સક્ષમ પણ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top