Editorial

હોમ આઇસોલેશનથી ક્યારે બહાર આવી શકે છે કોરોના દર્દી? એમ્સ ના ડાયરેક્ટરનું મોટું નિવેદન…

કોરોના વાયરસના વધતા જતા કેસોની વચ્ચે દર્દીઓમાં અનેક પ્રકારની મુઝવણો પણ ઉભી થવા લાગે છે. સૌથી મોટી મૂંઝવણ એ છે કે, સંક્રમિત થયા બાદ જો દર્દી હોમ આઇસોલેશનમાં હોય તો તેમને કેટલા સમય સુધી એકલા રહેવું પડશે? હોમ આઇસોલેશનને લઈને દિલ્લી એમ્સના ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું છે કે, દર્દીને ઓછામાં ઓછા 10 દિવસથી અલગ થવાની જરૂર છે.

તેમણે જણાવ્યું છે કે, ઓછામાં ઓછા 10 દિવસ અથવા તાવ ના આવે તો ત્રણ દિવસ બાદ હોમ આઇસોલેશનથી દર્દી બહાર આવી શકે છે. ગુલેરિયાએ કહ્યું છે કે, હોમ આઇસોલેશન સમયમર્યાદા સમાપ્ત થયા બાદ ફરીથી કોરોના ટેસ્ટ કરવાની કોઈ જરૂરિયાત નથી. જ્યારે કોરોના દર્દીઓ માટે ઉપયોગ કરવામાં આવી રહેલા રેમડેસિવીર ઇન્જેક્શનને લઈને ગુલેરિયાએ મહત્વપૂર્ણ વાત કહી છે.

ગુલેરિયાએ જણાવ્યું છે કે, દર્દીને રેમેડેસિવીર આપવાનો નિર્ણય કોઈ વ્યાવસાયિક ડોક્ટર દ્વારા જ લેવા જોઈએ અને તેને હોસ્પિટલમાં જ લગાવવા જોઈએ. તમને જણાવી દઈએ કે, કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં વધારો થયા બાદ રેમડેસિવીર માંગમાં પણ વધારો થયો છે. માંગમાં વધારો થવાને કારણે તેની અછત પણ થવા લાગી છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19 ના સૌથી વધુ 3,86,452 નવા કેસો નોંધાયા છે, ત્યારબાદ ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 1,87,62,976 થઈ ગઈ છે. આ સાથે દેશમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા 31 લાખને વટાવી ગઈ છે. જ્યારે આ દરમિયાન 3498 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker