ગાંધીનગર : પેટ્રોલ અને ડીઝલની આકાશ આંબતી કિંમતોને પગલે કોંગ્રેસ ભારત બંધનું એલાન આપ્યું છે. બંધને સફળ બનાવવા માટે કોંગ્રેસ દ્વારા ઠેરઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ભારત બંધના એલાન વચ્ચે અમદાવાદમાં શાહપુર હલીમની ખડકી પાસે બે AMTS બસમાં કરી તોડફોડ કરી હતી. જ્યારે વડોદરામાં બે એસ.ટી.બસો પર પથ્થરમારો થયો હતો. તેમજ રાજ્યના અન્ય સ્થળોએ બસના ટાયરની હવા કાઢી ચક્કાજામ કર્યો હતો. જેને પગલે પોલીસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી. તેમજ રખિયાલમાં કોંગ્રેસના કાર્યકરો પર પોલીસે લાઠી ચાર્જ કર્યો હતો.
અરવલ્લી જિલ્લાના ભીલોડામાં કોંગ્રેસના ધારાસભ્યની હાજરીમાં ટાયરો સળગાવીને ચક્કાજામ કરવામાં આવ્યો હતો. ભરૂચમાં ચક્કાજામ કરવા બદલ કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. રાજ્યમાં ઠેરઠેર કોંગી કાર્યકરોની અટકાયતનો દોર ચાલી રહ્યો છે.
ગુજરાતભરમાં બંધની સ્થિતિ
અમદાવાદ:થલતેજમાં AMTSની બસ પર પથ્થરમારો થયો હતો. કોંગ્રેસના કાર્યકરોએ બસને અટકાવી હવા કાઢી હતી અને મુસાફરોને બસમાંથી નીચે ઉતાર્યા હતા.
અમદાવાદ: અમદાવાદના સૈજપુર બોઘા ટાવર પાસે પોલીસનો નરોડા રોડ પર લાઠીચાર્જ
અમદાવાદ: હાટકેશ્વર ભાઈપુરા વોર્ડના કોંગ્રેસ કોર્પોરેટર ઈલાક્ષીબેન પટેલે વોર્ડની શાળાઓમાં જઈ ને જાતે ઘંટ વગાડી ને વિદ્યાર્થીઓને છોડી મુક્યા
અમદાવાદ: હાટકેશ્વર સર્કલ પર એ એમ ટી એસ બસો ને રોકી ને ચકકાજામ કયોઁ
અમદાવાદ : ભારત બંધ એલાનમાં પોલીસે અત્યાર સુધી પુર્વ વિસ્તારમાં કોંગ્રેસનાં 187 કાર્યકરોની અટકાયત રખિયાલમાં પોલીસે અમદાવાદ : રખિયાલમાં કાર્યકરોની અટકાયત કરી હતી, જેમાં એક
કાર્યકરની તબિયત બગડતા શારદાબહેન હોસ્પિટલ ખસેડાયો.
અમદાવાદ: કોંગ્રેસ દ્વારા ખાનપુર ભાજપ કાર્યાલય પર તાળાબંધીનો પ્રયાસ કરાતા પોલીસે 5 જેટલાં કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી
અમદાવાદ : સાણંદમાં બંધના સમર્થનમાં નીકળેલા કોંગ્રેસના જીલ્લા પ્રમુખ સહિત 25 કાર્યકરોની અટકાયત.
અમદાવાદ : ભારત બંધના પગલે રાજ્યમાં 20 ટકા બસ બંધ, 7 ડેપો અને 15 જેટલા રૂટ બંધ કરાયા 100 ઉપરની બસને અસર
સુરેન્દ્રનગર : મોંઘવારી મુદ્દે રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર લીમડી સર્કલ પાસે કોંગ્રેસના કાર્યકરોએ કર્યો ચક્કાજામ.
રાજકોટ : મહિલા કોંગ્રેસનું નરેન્દ્ર મોદીના ફોટા પર ચંપલ મારી વિરોધ પ્રદર્શન, ક્રાઈમ બ્રાન્ચ કોંગ્રેસના પ્રમુખ સહિત 12 મહિલા કાર્યકર્તાઓની અટકાયત કરી.
ડાંગ : પેટ્રોલ-ડીઝલના ભાવ વધારે સામે વઘઇમા સજ્જડ બંધ, આહવા અને સાપુતારા ખાતે ખાસ અસર નહીં
વડોદરા: કોંગ્રેસ કાર્યકર્તાઓ અને પોલીસ કર્મચારીઓ વચ્ચે સંગમ ચાર રસ્તા પર ઘર્ષણ ઋત્વિજ જોશીની ધરપકડ
વડોદરા: માંજલપુર વિસ્તારમાં અજાણ્યા લોકોએ બસ પર કર્યો પથ્થરમારો કરી બે એસટીના કાચ ફોડ્યા
ભાવનગર: કોંગ્રેસ દ્વારા પાલીતાણાની બજારો બંધ કરાવવામાં આવી
સાબરકાંઠા: પ્રાંતિજ શહેરની મોટાભાગની શાળા કોલેજોને કોંગ્રેસના કાર્યકરોએ બંધ કરાવી, પૂર્વ ધારાસભ્ય સહિત 25 કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી.
અમદાવાદ: લાલ દરવાજા લક્કી હોટલ પાસે કોંગ્રેસના ગુજરાત પ્રમુખ અમિત ચાવડા અને ગુજરાત પ્રભારી રાજીવ સાતવ, મનીષ દોશી સહિતના કોંગી નેતાઓની અટકાયત
અમદાવાદ: ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા સહિત કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી.
અમદાવાદ: વસ્ત્રાપુરની એલ જે કોલેજ એનએસયુઆઈના કાર્યકરોએ બંધ કરાવી.
અમદાવાદ: કાયદો અને વ્યવસ્થાને લઈને અમદાવાદ પોલીસનો ચૂસ્ત પોલીસ બંદોબસ્ત, 3 DCP, 4 ACP, 30 PI, 150 PSI, 2300 પોલીસકર્મી, 800 હોમગાર્ડ અને SRPની 2 કંપની સવારે 6 વાગ્યાથી ખડેપગે
અમદાવાદ: ભારત બંધના એલાનના પગલે રાજ્યની એસ ટી બસ સેવા પર જોવા મળી અસર.
અમદાવાદ: ભારતબંધ એલાનને પગલે થલતેજમાં કોંગ્રેસના કાર્યકરોએ વિદ્યાર્થીઓને સ્કૂલે લઈને જતી DPS સ્કૂલની બસને રોકી
અમદાવાદ: ભારત બંધના એલાનને પગલે યુથ કોંગ્રેસના કાર્યકરોએ વેજલપુરની ઝાયડ્સ સ્કૂલ બંધ કરાવી
અમદાવાદ : ભારત બંધનું એલાન વચ્ચે અજાણ્યા શખ્સોએ શાહપુર હલીમની ખડકી પાસે બે AMTS બસમાં કરી તોડફોડ.
ગાંધીનગર: જિલ્લાના દહેગામ શહેર સંપૂર્ણ બંધ, સ્કૂલો તથા કોલેજો અને બજારો બંધ, પોલીસનો ચાંપતો બંદોબસ્ત.
સુરત: અઠવાલાઇન્સ નજીક આવેલી એસપીબી કોલેજને બંધ કરાવવાનો પ્રયાસ, એનેસયુઆઈના સાત કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત
સુરત: વેડ રોડ સ્થિત અખંડઆનંદ કોમર્સ એન્ડ આર્ટ્સ કોલેજે બંધના એલાનને આપ્યું સમર્થન
સુરત: વરાછા વિસ્તાર માં કોંગ્રેસ ના કાર્યકર્તા સાથે કોર્પોરેટર પણ બંધ કરાવવા આવી પહોંચ્યા
સુરત: યોગીચોક પાસે લક્ષ્મણ નગર વિસ્તારની તમામ દુકાનો બંધ કરાવી
સુરત: વરાછા હીરાબાગ પાસેથી મહિલા કોંગ્રેસ કાર્યકર્તાની અટકાયત
સુરત: દિલ્હી ગેટ નજીક એક પેટ્રોલપંપ બંધ કરાવાતા પોલીસ દોડી આવી
સુરત: પુણાગામ વોર્ડ નંબર 16એ સંપૂર્ણ બંધ પાડ્યું
સુરત: ઉધના વિસ્તારમાં ચક્કાજામ કરાવ્યો, વાહનો રોકી બંધ કરાવ્યું
સુરત: લિંબાયત વિસ્તાર ખાતે ચાર રસ્તા ઉપર ટાયર સળગાવીને વિરોધ, 15 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી
સુરત: ટેક્સટાઇલ માર્કેટ બંધ કરાવવાનો પ્રયાસ
સુરત: સિટીલાઈટમાં ડીઆરબી ભાણા કોલેજ બંધ કરાઇ
સુરત: વરાછાની ધારુકા કોલેજ બંધ કરાઈ
ભરૂચ: સ્ટેશન રોડ પર આવેલ ધારાસભ્ય દુષ્યંત પટેલના પેટ્રોલ પંપને કોંગ્રેસના કાર્યકરોએ બંધ કરાવ્યો.
ભરૂચ: અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલ નજીક કોંગ્રેસના કાર્યકરોએ ટાયર સળગાવી દુકાનો બંધ કરાવી.
ભરૂચ: અંકલેશ્વરમાં રસ્તા રોકી એસટી ડેપોમાં બસ પરત વાળનાર 20 કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરાઈ.
ભરૂચ: શહેરના સ્ટેશન રોડ પરની ખાનગી (એક્સિસ) બેંક બંધ કરાવતા પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ.
ભરૂચ: ભારત બંધના એલાનના પગલે કોંગી કાર્યકરોએ દહેજ રોડ ચક્કાજામ કર્યો
વડોદરા: કોંગ્રેસના કાર્યકરોએ રામધૂન બોલાવી કારેલીબાગની અંબે વિદ્યાલય બંધ કરાવી, પોલીસે 7ની અટકાયત કરી
અરવલ્લી : જિલ્લામાં વહેલી સવારથી બંધની અસર, ભીલોડાના ધારાસભ્યની ઉપસ્થિતિમાં વહેલી સવારે શામળાજી હાઇવે પર ટાયરો સળગાવી કરાયું ચક્કાજામ
અરવલ્લી : ભારત બંધના એલાનને લઈ અરવલ્લીમાં ગ્રામ્ય વિસ્તારની એસટી સેવા બંધ, મોડાસા બસ સ્ટેશનમાં બસોનો ખડકલો.
બનાસકાંઠા: દાંતા અંબાજી માર્ગ પર ટાયરો સળગાવ્યા, મોટો પોલીસ કાફલો ઘટનાસ્થળે.
બનાસકાંઠા : કોંગ્રેસના બંધના પગલે બનાસકાંઠાથી પાટણ સિધ્ધપુર જતી તમામ બસો બંધ, અંબાજી દાંતા અને હડાદ વિસ્તારની તમામ બસો બંધ.
સાબરકાંઠા: હિંમતનગરમાં બજાર બંધ કરાવવા નિકળેલ કોંગ્રેસના મહિલા સહિતના 50 જેટલા હોદ્દેદારો અને કાર્યકર્તાઓની પોલીસે કરી અટકાયત
રાજકોટ: ત્રિકોણબાગ ખાતે વિરોધ પ્રદર્શન કરવા આવેલા કોંગ્રેસના શહેર પ્રમુખ મહેશ રાજપૂત, સહિત કોંગ્રેસ અગ્રણી, કાર્યકર્તાઓની અટકાયત.
પંચમહાલ: કોંગ્રેસના ભારત બંધ એલાનને લઈ ગોધરા ઝોનથી ગ્રામ્ય વિસ્તારમાં જતી મોટાભાગની બસોના પૈડાં થંભી ગયા