આ બનાવા સામે આવ્યો છે અમદાવાના પોષ વિસ્તાર વસ્ત્રાપુરમાં જ્યા એક યુવતીની બ્લેકમેલ કરીને તેની સાથે દુ-ષ્કર્મ આચરવામાં આવ્યું છે. સમગ્ર મામલે યુવતીએ તેની આરોપી યુવક અને તેની માતા સામે ફરિયાદ દાખલ કરી કરી છે.
સાંભળીને તમારા પણ રૂવાંટા ઉભા થઈ જશે કે આરોપી યુવકે યુવતી કોલ્ડ્રિન્કમાં કફી પદાર્થ નાખી દીધું અને બાદમાં તેની સાથે દુ-ષ્કર્મ આચર્યું હતું. સાથેજ તેણે તે સમયે તેના ફોટા પણ પાડી લીધી હતા. અને તે ફોટા બતાવીને તેણે યુવતીને બલ્કમેલ કરતો હતો. સાથેજ યુવતી લીવઈનમાં તેની સાથે રહે તે માટે તે દબાણ પણ કરતો હતો.
યુવકે બળજબરી કરીને લિવ ઈનના કાગળો પર સહી પણ કરાવી લીધી હતી. યુવતી છેલ્લા પાચ વર્ષથી તેના પરિવાર સાથે વસ્ત્રાપુરમાં રહેતી હતી. અને ગયા વર્ષે તે યુવકના સંપર્કમાં આવી હતી. બાદમાં તેમના વચ્ચે મોબાઈલ પર વાતચીત થતી હતી. સોશિયલ મીડિયા દ્વારા બંને વચ્ચે મિત્રતા થઈ હતી. અને બાદમાં તેમની મિત્રતા વધી હતી.
યુવક તેની સાથે વીડિયો કોલ કરતો હતો જે દરમિયાન લલચાવી ફોસલાવીને તેણે યુવતીના ફોટા પાડી લીધા હતા. પરંતુ બાદમાં તેઓ અલગ થઈ ગયા હતા. જોકે એક દિવસ યુવકનો તે યુવતી પર ફોન આવ્યો અને તેણે કહ્યું કે મારા ઘરમાં અન્ય છોકરી સાથે લગ્નની વાત ચાલે છે. જેથી તારે મળવા આવવું પડશે. યુવતી આ બાબતે રાજી ન હતી. જેથી તેણે ના પાડી દીધી.
જોકે યુવકે એવી ધમકી આપી કે જો તુ મળવા નહી આવે તો તારા ફોટા વાયરલ કરી કાઢીશ. જેથી યુવતી તેને મળવા માટે ગઈ ત્યારે તે તેને એક હોટલમાં લઈ ગયો જ્યા તેણે કોલ્ડ્રિંકમાં તેને કઈ પીડાવી દીધું જેથી યુવતી બેભાન થઈ ગઈ. પરંતુ જ્યારે તેને ભાન આવ્યું તેને ખ્યાલ આવ્યો કે યુવકે તેની સાથે દુ-ષ્કર્મ આચર્યું છે. સાથેજ તેના ફોટા પણ પાડી લીધા હતા.
જોકે બાદમાં તે યુવક યુવતીને જબરદસ્તી તેની સાથે લીવ ઈનમાં રહેવા માટે મજબૂર કરી રહ્યો હતો. સાથેજ તેણે રીલેશનશિપના કાગળ તૈયાર કરવી તેની સહી પણ કરાવી લીધી હતી. અને ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. જેથી યુવતીએ કંટાળીને તે યુવક અને તેની માતા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. અને સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ પણ આરંભી છે.