કોરોનાની બીજી લહેરને કારણે ગુજરાતના લોકોમાં હવે ભયનો માહોલ ફેલાઈ ગયો છે ખાસ કરીને અમદાદ અને સુરત જેવા શહેરોમાં લોકોના મોત વધારે થઈ રહ્યા છે. પહેલા સુરતમાં લોકોના મોત વધારે થઈ રહ્યા હતા. જેના કારણે ત્યા સ્મશાન ગૃહમાં લાઈનો લાગતી હતી. પરંતુ હવેતો અમદાવાદમાં પણ કઈક એવીજ પરિસ્થિતી સર્જાઈ છે.
અમદાવાદના સ્મશાનગૃહોમાં હવે 3 કલાક જેટલું વેઈટીંગ બોલાઈ રહ્યું છે. જેના કારણે હવે પરિસ્થિતી ગંભીપ થઈ ગઈ છે. રોજના હવે અમદાવાદમાં 2500 કરતા વધારે કેસ નોંધાઈ રહ્યા છે. પહેનો આંકડો જોવા જઈએ તો થોડાક સમય પહેલા શહેરમાં મહિનાના 2500 જેટલા કેસ નોંધાતા હતા. પરંતુ હવે તો રોજના 2500 જેટલા કેસ નોંધાઈ રહ્યા છે.
માત્ર 9 એપ્રીલ થી 15 એપ્રીલ સુધીના સમયગાળામાં 15 હજાર કરતા વધું કેસ નોંધાયા હતા પરંતુ દિવસને દિવસે શહેરમાં પોઝિટીવ કેસોની સંખ્યા વધી રહી છે. રોડ રસ્તા પર હવે એમ્બયુલન્સો વધારે દોડી રહી છે. એમ્બ્યુલન્સનો અવાજ સાંભળીને લોકોમાં ભય ફેલાઈ રહ્યો છે. શહેરની સીવીલી હોસ્પિટલમાં પણ એમ્બ્યુલન્સ બહાર વેઈટીંગમાં ઉભી રહેતી હોય છે.
ગત માર્ચ મહિનાથી અમદાવાદમાં કોરોનાના કેસ વધવાના શરૂ થયા પણ હવે કેસ ઓછા થવાનું નામ પણ નથી લઈ રહ્યા જેના કારણે લોકો કંટાળી ગયા છે. દિવસનમાં જેટલા દર્દીઓ સાજા થાય છે. તેના કરતા વધારે દર્દીઓતો હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે. ક્યાંક ઓક્સિજનની કમી છે. તો ક્યાંક કોઈને બેડ નથી મળી રહ્યા. ચારેય બાજુ જાણેકે મોતનું તાંડવ ચાલી રહ્યું હોય તેવી પરિસ્થિતી સર્જાઈ છે.
અત્યાર સુધીના કુલ કેસની વાત કરીએ તો અમદાવાદમાં 90 હજાર કરતા પણ વધારે કેસનોંધાયા છે. છેલ્લા 10 દિવસથી અમદાવાદની હાલત એવી છે. કે શહેરીજનો જોઈને પણ નજર અંદાજ કરી રહ્યા છે. લોકો હવે સ્વેચ્છાએ ઘરની બહાર નીકળતા બંધ તઈઊ ગયા છે. હોસ્પિટલમાં પણ જેટલા દર્દીઓ એડમીટ છે. તેમાથી મોટા ભાગના ઓક્સિજન પર છે.
ઉલ્લેખનીય છે કે શહેરમાં જેટલા પણ સ્મશાનોછે ત્યા એવરેજ રોજના 10 થી વધારે લોકોનો અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યો છે જેમાથી અમુક જગ્યાએ તો લોખંડની એંગલ અને દરવાજા પીગળી ગયા છે. જેના પરથી અમુમાન લગાવી શકશો કે પરિસ્થિતી કેટલી ગંભીર છે. ઉપરાંત મહત્વની એક વાત એ પણ છે કે હવે સ્મશાનોમાં પણ વેઈટીંગ લાઈનમાં ઉબા રહેવું પડે છે.