તૌકતે વાવાઝોડું: મહારાષ્ટ્ર, ગુજરાત અને કેરળમાં રેડ એલર્ટ, NDRF ની ટીમો રવાના

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) એ શુક્રવારે વાવાઝોડાને લઇને મોટી ચેતવણી આપતાં કહ્યું છે કે લક્ષદ્વીપ ક્ષેત્રમાં એક દબાણ બની ગયું છે, જે આગામી 24 કલાક દરમિયાન વાવાઝોડામાં બદલાઈ જશે અને ગુજરાતના તટીય વિસ્તાર તરફ આગળ વધશે. IMD એ અરબ સાગર અને લક્ષદ્વીપ ઉપર બનેલ વાવાઝોડું તૌકતે ની તીવ્રતાને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર, કેરળ અને ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. વાવાઝોડું શનિવાર સવાર સુધી તે જ ક્ષેત્ર પર કેન્દ્રિત થશે અને બીજા દિવસે તે વધુ તીવ્ર બનશે. વાવાઝોડાને ધ્યાનમાં રાખીને NDRF ની ટીમો મોકલવામાં આવી છે.

આગામી 12 કલાકમાં આ વાવાઝોડું તીવ્ર થઈ શકે છે અને તે પછીના 24 કલાકમાં તે વધુ તીવ્ર થઈ શકે છે. ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધવાની સાથે 18 મેની સવાર સુધીમાં આ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે પહોંચી શકે છે.

તે આગામી 12 કલાક દરમિયાન ઊંડા દબાણ સાથે અને ત્યારબાદના 12 કલાક દરમિયાન ચક્રવાત વાવાઝોડામાં બદલાશે તેવી શક્યતા છે. આજે સાંજ સુધીમાં ઉત્તર-ઉત્તર-પૂર્વ તરફ આગળ વધવાની સંભાવના છે. ત્યારબાદ તે ઉત્તર-પશ્ચિમ તરફ જશે અને 18 મેની સવાર સુધીમાં ગુજરાતના દરિયાકાંઠે પહોંચી જશે. આઇએમડીએ લક્ષદ્વીપ જૂથ, કેરળ, તામિલનાડુ અને કર્ણાટક, ગુજરાત અને ગોવા માટે ભારે વરસાદની ચેતવણી આપી છે.

લક્ષદ્વીપ આઇલેન્ડમાં મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ, કેટલાક સ્થળોએ ઘણો ભારે વરસાદ, શુક્રવારે જુદા જુદા સ્થળોએ ખૂબ જ ભારે વરસાદ, શનિવારે કેટલાક સ્થળોએ તેનાથી વધુ ભારે વરસાદ, કેટલાક સ્થળોએ ખુબ જ ભારે વરસાદ.

કેરળમાં શુક્રવાર અને શનિવારે જુદા જુદા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. રવિવાર અને સોમવારે જુદા જુદા સ્થળોએ ભારે વરસાદની સંભાવના જણાવવામાં આવી રહી છે. રાજ્ય સરકારે રાહત શિબિરો ખોલીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળોએ પહોંચાડી દીધા છે.

તમિલનાડુમાં શુક્રવારે જુદા જુદા સ્થળોએ ખૂબ જ ભારે વરસાદ સાથે ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. શનિવારે જુદા જુદા સ્થળોએ ખૂબ ભારે વરસાદ પડી શકે છે.

કર્ણાટકમાં શુક્રવારે જુદા જુદા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. રવિવારે કેટલાક સ્થળોએ ખૂબ ભારે વરસાદની સંભાવના છે. સોમવારે કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ કોંકણ અને ગોવામાં ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે, શનિવારે કેટલાક સ્થળોએ ભારે વરસાદ અને રવિવાર-સોમવારે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

ગુજરાતની વાત કરીએ તો આગામી બે દિવસમાં ભારે વરસાદ શરૂ થઈ શકે છે. મંગળવારે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક સ્થળોએ ખૂબ જ ભારે વરસાદ પડી શકે છે, જ્યારે બુધવારે કચ્છ અને આજુબાજુના દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.

બીજી તરફ આઇએમડી (IMD) ની ચેતવણી પછી ઊંડા સમુદ્રમાં નિકળેલા માછીમારોને દરિયાકાંઠે પરત ફરવાની સલાહ આપવામાં આવી છે. આ દરમિયાન તિરુવનંતપુરમમાં અરૃવિક્કરા ડેમના શટર ગુરુવારે રાત્રે ભારે પૂરને કારણે ખોલવામાં આવ્યા છે, જેના કારણે કરમના અને કિલ્લી નદીઓમાં પૂર આવી ગયું.

કેરળમાં, એર્નાકુલમના દરિયાકાંઠાના ગામના ચેલ્લાનમાં સ્થાનિક લોકોએ ફરિયાદ કરી હતી કે, ભરતીના તરંગોને લીધે દરિયાના પાણી નીકળવાના કારણે અનેક મકાનોને નુકસાન થયું છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો