ગાંધીનગરમાં કોર્પોરેશનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગરમાં કોર્પોરેશનની સામાન્ય સભામાં મેયરની વરણી કરવામાં આવી હતી. જેમાં ડેપ્યુટી મેયર તરીકે પ્રેમલસિંહ ગોલની વરણી કરવામાં આવી હતી. જેમાં નવા મેયર હિતેશ મકવાણા પૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણાના પુત્ર અને ગુજરાતી અભિનેત્રી રોમા માણેકના પતિની વરણી કરવામાં આવી છે. મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન રોમા માણેક પ્રચારમાં પણ પતિ સાથે સક્રિય જોવા મળ્યા હતા.
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ દ્વારા પ્રથમ વખત બહુમતી મેળવવામાં આવી છે. ત્યારે આજે શહેરના પાંચમા મેયર તરીકે હિતેશ મકવાણાની વરણી કરવામાં આવી છે. જ્યારે પ્રેમલસિંહ ગોલ ડેપ્યુટી મેયર ગાંધીનગરના નવા ડેપ્યુટી મેયર અને જશવંતલાલ પટેલને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા છે.
જ્યારે હિતેષ મકવાણાની વાત કરવામાં આવે તો તે ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય પૂનમભાઈ મકવાણાના પુત્ર છે. તેની સાથે 41 વર્ષીય હિતેષ મકવાણાએ જાણીતી ગુજરાતી અભિનેત્રી રોમા માણેક સાથે લગ્ન કરેલા છે. હિતેષ મકવાણાના પિતા પૂનમભાઈ મકવાણાનું અનુસૂચિત સમાજમાં સારુ એવું પ્રભુત્વ રહેલું છે. મેયર પદની ચૂંટણીમાં હિતેષ મકવાણાને સૌથી વધુ મત પ્રાપ્ત થયા હતા તેમને 41 મત પ્રાપ્ત થયા હતા.
તેની ગાંધીનગર મહાનગરપાલિકાની કોર્પોરેશનની ચૂંટણીની વાત કરવામાં આવે તો કુલ 44 બેઠકમાંથી 41 બેઠક પર ભાજપનો શાનદાર વિજય થયો હતો. જેમાં બે બેઠક પર કોંગ્રેસે અને એક બેઠક પર આમ આદમી પાર્ટીને પ્રાપ્ત થઈ હતી. કોર્પોરેશનનું મેયરપદ પ્રથમ અઢી વર્ષ માટે એસસી માટે અનામત રહેલ છે. આજે સવારે ભાજપ તરફથી હિતેશ મકવાણાને મેયર તરીકે જાહેર કરવાનો મેન્ડેટ આપવામાં આવ્યો હતો. તેની સાથે તેઓ ગાંધીનગરના પાંચમા મેયર બન્યા છે.
જ્યારે ઘણા ઓછા લોકોને આ વિશે જાણ હશે કે નવનિયુક્ત મેયર હિતેશ મકવાણાએ વિતેલા જમાનામાં ગુજરાતની દિગ્ગજ અભિનેત્રી રોમા માણેક સાથે લગ્ન કરેલા છે. એક સમયે ગુજરાતી ફિલ્મ ઈન્ડિસ્ટ્રીઝમાં રોમા માણેકનું વર્ચસ્વ જોવા મળતું હતું. તેમાં પણ રાધડી’ના રોલથી રાતોરાત પ્રખ્યાત થયેલા રોમા માણેક લાખો લોકોના દીલ પર રાજ કરે છે.