Gujarat વિધાનસભાની પ્રથમ તબક્કાની ૮૯ બેઠકની શનિવારે યોજાનારી ચુંટણીની પૂર્વસંધ્યાએ ભાજપે તેનું સંકલ્પપત્ર રજુ કર્યું છે. જેમાં ભાજપે સમાજના તમામ વર્ગના લોકોને ધ્યાનના રાખીને અલગ અલગ યોજનામાં તેમને લાભ આપવાનો સંકલ્પ કર્યો છે. જેમાં ભાજપે શિક્ષણ, વિકાસ, મહિલા સશકિતકરણ અને કૃષિ આવકમાં વધારોનો નિર્ધાર વ્યક્ત કર્યો છે.
મહિલાઓની આર્થિક આત્મનિર્ભરતા તેમજ સ્વરોજગાર માટે ભાજપ પ્રોત્સાહિત કરશે. મહિલાઓને વિના મૂલ્યે શિક્ષણની સહાયતા તેમજ મહિલાઓના સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનુ તાત્કાલિક નિદાન કરવામાં આવશે. વિધવા પેન્શનમાં સમય સમય વધારો કરવામાં આવશે.
ભાજપે શિક્ષણના ક્ષેત્રોમાં ગુજરાતે છેલ્લા 22 વર્ષોમાં જે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી છે તેને નવી ઊંચાઈ પર લઈ જશે. ભાજપ આધારભૂત શિક્ષણ વ્યવસ્થાનો વિકાસ કરશે. ગુણવત્તાયુક્ત શિક્ષણને પ્રાધાન્ય આપશે.રાજ્યમાં આંતરરાષ્ટ્રીય સ્તરની યુનિવર્સિટીઓનું નિર્માણ કરવામાં આવશે.
આ ઉપરાંત ભાજપ સ્વાસ્થ્ય સંબંધિત સેવાઓમાં, ગુજરાતના ગામડાઓના સર્વાંગી વિકાસ માટે, સ્વચ્છતા અને સુવિધાયુક્ત શહેરોમાટે ઘણા કામે કરશે. ઉદ્યોગોને વધુ મજબૂત કરવા ભાજપ ઉદ્યોગો માટે યોગ્ય વાતાવરણ પૂરુ પાડશે. લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે પરવડે તેવા વ્યાજદરો સાથેનું ધિરાણ રજૂ કરશે. નાના વ્યાપારિઓ માટેનુ લાયસન્સ અને અન્ય પ્રક્રિયાઓને ઓનલાઈન બનાવી વધુ સરળ બનાવવામાં આવશે.
ભાજપ ગુજરાતમાં સસ્તા ખાતર, બિયારણ, સિંચાઈની સુવિધા અને પ્રોસેસિંગના માધ્યમથી ખેડૂતોની આવકને બમણી કરવાનો સંકલ્પ કરે છે. આ ઉપરાંત કૃષિ વીમા દ્વારા ખેડૂતોની આર્થિક સુરક્ષા, ટેકનોલોજીના આધારે ખેતીનું આધુનિકરણ,ખેડૂતોની સમસ્યાનું ત્વરિત નિદાન કરશે. આ ઉપરાંત દૂધ ઉત્પાદનના વિકાસ માટે ગૌહત્યાના કાયદાનું અસરકારક અમલીકરણ કરશે.
આ ઉપરાંત ભાજપે અલગ અલગ ક્ષેત્રને ધ્યાનમા રાખીને સંકલ્પપત્ર રજુ કર્યું છે.
FM Shri @arunjaitley releases Sankalp Patra 2017 for Gujarat assembly election. LIVE at https://t.co/xA0onjtQLE #Gujarat4Modi pic.twitter.com/9x1hZUBAVW
— BJP (@BJP4India) December 8, 2017