ભાજપના ધારાસભ્યની ઓડિયો કલીપ વાયરલ થઈ છે. ભાજપના પાટણના ધારાસભ્ય ભરતસિંહ ડાભીની એક કથિત ઓડિયો ક્લિપ તાજેતરમાં વાયરલ થઈ રહી છે. આ વીડિયો ક્લિપમાં પાટણ જિલ્લામાં દારૂની રેલમછેલ હોવા અંગે ફરિયાદ કરનાર એક અરજદાર પર ગુસ્સે થતા તે એવું કહી રહ્યા છે કે, ‘ભાઈ, આખા ગુજરાતમાં દારુ વેચાય છે, બોલો શું કરીએ.’ જેના કારણે આ મુદ્દે હવે રાજકારણ ગરમાયુ છે. જયારે કોંગ્રેસ દ્વારા આરોપ મુકવામાં આવ્યો છે કે, ગાંધીના ગુજરાતમાં દારુબંધી માત્ર કાગળ પર જ રહેલી છે.
જયારે પાટણમાં બુટલેગરો બેરોકટોક બનીને દારૂનું વેચાણ કરતા હોવાને લઈને એક અરજદાર દ્વારા ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીને ફોન કરીને ફરિયાદ કરવામાં આવી હતી. પરંતુ હવે કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ ગઈ છે. જેમાં અરજદાર દ્વારા સાંસદને એવી રજૂઆત કરવામાં આવી રહી હતી કે, બુટલેગરો ખુલ્લેઆમ બોલી રહ્યા છે કે, તમારે જ્યાં પણ ફરિયાદ કરવી હોય ત્યાં કરી લો. અમારા તો છેક ઉપર સુધી હપ્તા ચાલી રહ્યા છે. આ વાત સાંભળતા જ સાંસદ ગુસ્સે થઇ ગયા હતા અને તેમણે અરજદારને કહી દીધું હતું કે, આખાય ગુજરાતમાં દારૂનું વેચાણ થાય છે. હું કોઈનો હપ્તો લઈ ગયા રહ્યો નથી. બધે બધું જ ચાલે છે તેની મને જાણ છે.
ભાજપના સાંસદ જ રાજ્યમાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાનું સ્વીકાર કરતા આ મુદ્દે ગુજરાતનું રાજકારણ ગરમાઈ છે. આ બાબતમાં કોંગ્રેસના પ્રવક્તા ડો. મનિષ દોશી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ગુજરાતમાં દારૂબંધી જેવું કંઇપણ નથી. દરરોજ કરોડોનો દારૂ ગુજરાતમાં ઠલવવામાં આવે છે.