લઠ્ઠાકાંડમાં ઝેરી દારૂ 41 લોકોને ભરખી ગયો, ઘણા લોકોની હાલત ગંભીર

 

લઠ્ઠાકાંડમાં ધીરે ધીરે કરીને મોતનો આંકડો બુધવારે સવાર સુધી 41 પર પહોંચી ગયો. અમદાવાદ અને બોટાદ કેમિકલ કાંડમાં અત્યાર સુધીનો 41 લોકોનાં મોત થયા છે. તો ઘણા લોકો હજી પણ જીવન અને મોત સામે ઝઝૂમી રહ્યાં છે. અમદાવાદમાં 16 અને ભાવનગરમાં 73 લોકો સારવારમાં છે. ગોડાઉનના એક કર્મચારીથી લઈને બુટલેગર સુધી પહોંચેલા કેમિકલે ગુજરાતમાં હાહાકાર મચાવી દીધો છે. પોલીસે અત્યાર સુધીમા આ કેસમાં કુલ 14 આરોપીની ધરપકડ કરી છે.

એફએસએલની તપાસમાં જણાયું કે અમૂક સેમ્પલમાં 98.71 ટકા તથા 98.99 ટકા મિથાઇલ આલ્કોહોલની હાજરી જણાઇ હતી. સારવાર હેઠળ દર્દીઓની ટ્રીટમેન્ટ ડોક્ટર તથા આ ઝેરી કેમિકલના એન્ટીડોટ સંર્દભે એફએસએલના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે.

SITના વડા સુભાષ ત્રિવેદીએ કહ્યું કે, આ ઘટનાની તલસ્પર્શી તપાસ થશે. બીજી વખત આવી ઘટના ન બને તે ધ્યાન રાખવામાં આવશે. દરેક મુદ્દાઓ તપાસી રિપોર્ટ સરકારને સોંપવામાં આવશે. એક ખાસ SOP પણ તૈયાર કરવામાં આવશે. મિથાઇલ કેમિકલને લગતા નિયમો બનાવવામાં આવશે. રોજીદ ગામના બુટલેગરે લોકોને કેમિકલ આપ્યું હતું. આ ઉપરાંત પોલીસે કહ્યું કે કેમિકલ પીવાને કારણે મૃતકોનું મોત થયુ છે, પોલીસના કહેવા પ્રમાણે મૃતકોએ દારૂ નહીં પણ કેમિકલમાં પાણી નાંખી પીધો હતો.

Scroll to Top