13 વર્ષની ઉંમર અને વજન 140 કિલોઃ ચર્ચાનો વિષય બન્યો છે ગુજરાતનો આ બાળક
ગુજરાતનો આ બાળક સોશિયલ મીડિયા પર અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. આ બાળક ચર્ચામાં છે તેનું કારણ છે તેનું વજન. કારણ કે અત્યારે માત્ર 13 વર્ષની આ બાળકની ઉંમર છે પરંતુ તેનું વજન 140 કિલો છે. આ બાળકે વજન મામલે રોકોર્ડ તોડ્યો છે. પરિવાર પણ ગરીબ છે ત્યારે આવા સમયે તેની સારવાર પરિવાર કરાવી શકતો.
આ બાળકનું નામ સાગર છે અને તે અમરેલી જિલ્લાના ધારીનો રહેવાસી છે. બાળપણથી જ સાગરને ખાવાનો ખૂબ શોખ છે. પરિવાર જણાવે છે કે, તેનો જ્યારે જન્મ થયો ત્યારે તે સમયે તે ખૂબ પાતળો હતો પરંતુ તેને ખાવા-પીવાનો ખૂબ શોખ હતો. સમય જતા તેનું વજન વધતું ગયું. શરૂઆતના સમયમાં પરિવારને એ જ લાગ્યું કે, બાળકને શોખ છે એટલે તે આટલું બધું ખાય છે. પરંતુ બાદમાં જ્યારે આ આદત બની ગઈ તો પરિવાર માટે એક મોટો પડકાર ઉભો થયો.
પરિવારે જણાવ્યું કે, અમારી આર્થિક સ્થિતિ સારી નથી અને આવી સ્થિતિમાં અમે બાળકની વધતી માંગને પૂરી કરી શકતા નથી. પરિવાર દ્વારા બાળકની માંગણીઓ પૂર્ણ કરવાના પ્રયત્નો ચોક્કસ કરવામાં આવે છે પરંતુ બાળકની જે ડિમાન્ડ છે તેને પૂરી કરવી સંભવ નથી થઈ રહી.
સાગર 13 વર્ષની ઉંમરમાં જ એક દિવસમાં 7 મોટા બાજરીના રોટલા ખાય છે. સાગરના પિતા એક ખેડૂત છે અને તેમની આવક સંપૂર્ણ રીતે ખેતી પર નિર્ભર છે. તેઓ જણાવે છે કે, અમે અમારા દિકરાની ખુશી માટે કંઈપણ કરી શકીએ છીએ પરંતુ તેનું વધતું વજન અમને ચિંતા કરાવી રહ્યું છે.