કોરોના રોગચાળા દરમિયાન ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાને લઈને આવ્યા મોટા સમાચાર

દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર ખુબ જ ભયંકર બની છે. જેના કારણે 12માં બોર્ડની પરીક્ષાઓ લાંબા સમયથી સ્થગિત કરવામાં આવેલી છે. આવી સ્થિતિમાં લાખો વિદ્યાર્થીઓના મનમાં પરીક્ષાને લઈ હજુ પણ મુંઝવણમાં રહેલા છે. સોશિયલ મીડિયા પર સતત પરીક્ષાને રદ્દ કરવાની માંગ વચ્ચે 12મા બોર્ડની પરીક્ષાને લઈને કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા આજે મોટી બેઠક બોલાવવામાં આવી હતી.

સૂત્રોના આધારે જાણવા મળ્યું છે કે, દેશમાં કોરોના કાળ દરમિયાન ધો. 12 બોર્ડની પરીક્ષા યોજવામાં આવશે. તેના માટે 19 વિષયોની પસંદગી કરાઈ છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ રાજ્ય સરકારોના તમામ શિક્ષણમંત્રી તથા સચિવો સાથે બેઠક યોજી હતી. જેમાં તમામે 12માની પરીક્ષા યોજવી જરૂરી હોવાનું જણાવ્યું હતું. કેમકે તેના પરથી આગળનું ભવિષ્ય નક્કી કરાઈ છે. માટે આ પરીક્ષા ખુબ જ જરૂરી છે.

જ્યારે રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળેલઈ આ બેઠકમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, પ્રકાશ તથા જાવડેકર સિવાય તમામ રાજ્યોના તથા કેન્દ્ર શાસિત પ્રદેશના શિક્ષણ મંત્રી, શિક્ષણ સચિવ, પરીક્ષાનું આયોજન કરતાં બોર્ડના અધ્યક્ષ તથા પરીક્ષા નિયંત્રણ સાથે સંકળાયેલી સંસ્થાઓના અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ તાજેતરના આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશ્માં 2,40,842 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે જ્યારે 3741 લોકોના મોત થયા છે. જ્યારે આ દરમિયાન એક સારી બાબત પણ સામે આવી છે છેલ્લા 24 કલાકમાં 3,55,102 લોકો સાજા પણ થયા છે.

Scroll to Top