Gujarat

ઈલેક્ટ્રિક વ્હિકલ્સને લઈને સીએમ રૂપાણીએ કરી મહત્વની જાહેરાત

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઈલેકટ્રીક વ્હિકલ પોલીસીને લઈને મોટી જાહેરાત કરી છે. રાજ્યમાં ઈલેક્ટ્રીક વ્હીકલની ખરીદીમાં રાજ્ય સરકારે સબસીડી આપવાનું નક્કી કરાયું છે. સરકારે જાહેર કરેલી ઈલેક્ટ્રીકલ વ્હીકલ પોલિસીમાં ટુ-વ્હીલર માટે રૂપિયા 20 હજારની સબસીડી આપવાનું નક્કી કર્યું છે, તેવી રીતે થ્રી – વ્હીલરમાં રૂ.50 હજારની સબસીડી, ફોર વ્હીલરમાં રૂ.1.50 લાખની સબસીડી નક્કી કરાઈ છે.

  • ટુ-વ્હીલર, થ્રી વ્હીલર અને ફોર વ્હીલર મોટાભાગે સ્કૂટર, બાઈક, રીક્ષા અને ગાડી પર ભાર મુકવામાં આવશે.
  • રીક્ષા માટે 50 હજાર સુધીની સબસિડી આપવામાં આવશે.
  • ફોર વ્હીલર માટે દોઢ લાખ રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવશે.
  • ટુ વ્હીલર માટે 20 હજાર રૂપિયાની સબસિડી આપવામાં આવશે.

રાજ્યમાં અત્યાર સુધીમાં 250 ચાર્જિંગ સ્ટેશન મંજૂર કરવામાં આવ્યા છે અને હજુ 500 જગ્યાએ ચાર્જિંગ સ્ટેશનનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટે પણ સબસિડી આપવામાં આવશે. કેપિટલ સબસિડી આપવામાં આવશે. ચાર્જિંગ ફેસિલિટી મળે એ માટે સરકાર કામગીરી કરશે. સવા લાખ સ્કૂટર દોડશે, 75 હજાર રીક્ષા અને 25 હજાર કાર પ્રથમ તબક્કે દોડતી થશે. પ્રતિ કિલો વજનના આધારે સબસિડી આપવામાં આવશે.

મહત્વનું છે કે, આવનારા સમયમાં ઈંધણ બચાવવા અને સાથે જ પ્રદૂષણ અટકાવવા માટે ઈલેકટ્રિક વ્હિકલ ખૂબ કારગર સાબિત થશે.  જો કે, હજી ભારતમાં ઈલેકટ્રિક વ્હિકલને લોકો વધારે પસંદ કરતા નથી. આનું સૌથી મોટું કારણ એ છે કે, ભારતમાં અત્યારે પૂરતા પ્રમાણમાં ચાર્જિંગ સ્ટેશનો ઉપ્લબ્ધ નથી અને બીજો યક્ષ પ્રશ્ન એ છે કે, અત્યારે ગાડીઓ આવી રહી છે તેને ચાર્જ કરતા પણ 5 થી કલાક જેટલો સમય લાગે છે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker