ધન્વતરી કોવીડ હોસ્પિટલ ખાતે કોરોના દર્દીઓના એડમિશન માટે કરવામાં આવી મહત્વની જાહેરાત

Dhanvantari covid hospital at Gujarat University Convention & Exhibition centre

ગુજરાત યુનિવર્સિટી કન્વેશન સેન્ટર DRDO ના સહયોગથી ગુજરાત સરકાર દ્વારા ધન્વતરી કોવીડ હોસ્પિટલ ખાતે 900 બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. નામદાર હાઈકોર્ટના આદેશ મુજબ, હવે 108 એમ્બ્યુલન્સ સિવાય આવતા દર્દીઓને પ્રવેશ આપવામાં આવશે.

તેમાં સૌથી પહેલા દર્દીના સગાએ ફોર્મ ભરી કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ અને અન્ય જરૂરી રિપોર્ટ્સ આપીને ટોકન લેવાનું રહેશે. તેના માટેના ફોર્મ સવારના 8 થી 9 માં હોસ્પિટલની બહારથી લેવાના પડશે. ટોકન લીધા બાદ એડમિશન માટે દર્દીને હોસ્પિટલમાંથી ફોન પર મેસેજ મળે ત્યારે જ હોસ્પિટલમાં લઇને આવાનું રહેશે. તેની સાથે જણાવવામાં આવ્યું છે કે, એડમિશન માટે ફરજીયાત ટોકન લઈને આવવાનું રહેશે.

જ્યારે ગંભીર દર્દીઓ જેમકે જેમાં કોરોના ના અસરની કારણે ઓક્સિજન લેવલ 92% થી ઓછું થઇ ગયું છે તેવા દર્દીના ટોકનને ફાળવવામાં પ્રાથમિકતા આપવામાં આવશે. તેની સાથે એ પણ જણાવ્યું છે કે, હોસ્પિટલમાં જેટલા બેડ પ્રવેશ પાત્ર હોય એટલા જ ટોકન ફાળવવામાં આવશે.

તેની સાથે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ધન્વતરી કોવીડ હોસ્પિટલ પાસે હોસ્પિટલમાં ઉપ્લબ્ધ ગંભીર દર્દીઓની સારવાર માટેની ખાલી બેડની સંખ્યા પણ જાહેર કરવામાં આવશે.

નામદાર હાઈકોર્ટના આદેશ મુજબ, હવે 108 એમ્બ્યુલન્સ સિવાય આવતા દર્દીઓને પ્રવેશ આપવામાં આવશે. તેમાં સૌથી પહેલા દર્દીના સગાએ ફોર્મ ભરી કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ અને અન્ય જરૂરી રિપોર્ટ્સ આપીને ટોકન લેવાનું રહેશે. તેના માટેના ફોર્મ સવારના 8 થી 9 માં હોસ્પિટલની બહારથી લેવાના પડશે. ટોકન લીધા બાદ એડમિશન માટે દર્દીને હોસ્પિટલમાંથી ફોન પર મેસેજ મળે ત્યારે જ હોસ્પિટલમાં લઇને આવાનું રહેશે. તેની સાથે જણાવવામાં આવ્યું છે કે, એડમિશન માટે ફરજીયાત ટોકન લઈને આવવાનું રહેશે.

Scroll to Top