ગુજરાત સ્થાપના દિવસ વિશેષ: અમદાવાદ-સુરતને પછાડી આ નાનકડું નગર બની ગયું સૌથી ધનિક

ગુજરાત રાજ્યની સ્થાપનામાં મહાગુજરાત આંદોલનની મહત્તવની ભૂમિકા રહી છે. જોકે, 1956માં શરૂ થયેલા મહાગુજરાત આંદોલનને વેગ આપવાનું કામ બરાબર ખાંભી સત્યાગ્રહે કર્યું હતું. કેન્દ્ર સરકારે દ્વિભાષી રાજ્યનો કાયદો ઘડીને મહારાષ્ટ્ર-ગુજરાતને એક રાજ્ય જાહેર કરી દીધું હતું.

આજે 1 મેં 2022ના એટલે ગુજરાતનો 62મો સ્થાપના દિવસ. આજે આખા ગુજરાતમાં રાજયના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતનો જન્મ 1 મે,1960માં થયો હતો. હાલમાં આખી દુનિયામાં ગુજરાતનો ડંકો વાગી રહ્યો છે. 1 મે 1960 એ મરાઠી અલગતાવાદી પરીબળોના આંદોલનો અને મહાગુજરાત આંદોલન થકી મુંબઇ રાજ્યનું ભાષાના આધારે ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યોની અલગ રચના કરવામાં આવી હતી. પ્રથમ વખત ગુજરાતે સ્વાયત રાજ્યનો દરજ્જો મેળવ્યો હતો. ગુજરાતનું પ્રથમ પાટનગર અમદાવાદ હતું. 1970માં નવા બનાવેલા શહેર ગાંધીનગરમાં રાજધાની ખસેડવામાં આવી હતી.

ત્યારે આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છે કે, આપણા ગુજરાત રાજ્ય ગુજરાતનું સૌથી ધનિક શહેર ક્યું છે અથવા ક્યાં શહેરની માથાદીઠ આવક સૌથી વધુ છે પરંતુ જો તમે કોઇ શહેરનું નામ વિચારી રહ્યા છો તો પહેલા આ વાંચી લે જો..

આમ જોવા જઈએ તો આ પ્રશ્ન ના જવાબ માટે ઘણા શહેરોનું મૂલ્યાંકન કરવું પડે અને અંતે જવાબ કદાચ આ પ્રમાણે હોઈ કે રાજકોટ, બરોડા કે સુરત, અમદાવાદનો નંબર આવે. પણ જાણીને નવાઈ લાગે એવી વાત એ છે કે ગુજરાતનું ધનિક શહેર આમાંનું એક પણ નથી. કારણ કે સામાન્ય રીતે જુઓ તો ત્યાંની વસ્તી અને એ શહેરની માથાદીઠ આવકનો સરવાળો કરવો પડે તો એ શહેરને આપણે ધનિક શહેર માની શકીયે તો એ હિસાબ જોતા અમદાવાદ અને સુરત આવકની દ્રષ્ટિ એ ટોચ પર હોઈ શકે પણ માથાદીઠ આવકના સરવાળામાં એ નીચે આવી જાય. કારણ કે આ શહેરોમાં વસ્તી પણ એટલી જ વધુ છે અને તેમા મોટાભાગના લોકોની આવક એ શહેરના પ્રમાણમાં સામાન્ય ગણી શકાય.

આ હરીફાઈમાં નાનું એવું નગર બાઝી મારી ગયું!

જી હા કેમ કે ધર્મજ ના દરેક ઘર દીઠ ઓછામાં ઓછા એક સભ્ય NRI છે અને તેઓ ત્યાંથી ખૂબ ડોલર અહીં મોકલે પણ છે અને સ્થાનિક સંસ્થાઓમાં પણ એટલું જ દાન કરે છે. જેથી અહીં તમને તમામ વ્યવસ્થા પણ દેખાઈ છે અને દરેક લોકોની જીવનશૈલી પણ ખૂબ સરસ કહી શકાય તેવી કક્ષાની છે, એટલે કે અહીં તમને સામાન્ય કહી શકાય તેવી એક પણ વ્યક્તિ જોવા કદાચ નહીં મળે અને માથાદીઠ આવક પણ ગુજરાતના અન્ય મોટા શહેરોની તુલનામાં વધુ છે, જે મોટા શહેરો જેમ કે રાજકોટ, સૂરત, અમદાવાદ કરતા પણ વધુ છે.

ઉપર આપેલ જવાબ કેટલીક જાણકારીઓના આધારે છે માટે તેમાં થોડા ફેરબદલની આશંકાઓ હોઇ શકે છે.

Scroll to Top