વેક્સિન 18 વર્ષથી ઉપરનાને હાલ નહી મળે તેવી શક્યતા, નવો જથ્થો આવે ત્યારબાદ વેક્સિન આપવામાં આવશે

કોરોનાના વધી રહેલા હાહાકાર વચ્ચે વેક્સિનેશન પર ભાર મુકવામાં આવ્યો છે. આગામી 1 તારીખથી રાજ્યમાં 18 વર્ષથી વધું વયના લોકોને વેક્સિન આપવા માટેની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ હવે હવે વેક્સિનેશન પર બ્રેક લાગે તેવી શક્યતા વર્તાઈ રહી છે. વેક્સિનનો જથ્થો પૂરતા પ્રમામણ ઉપલબ્ધ નથી તેવી માહિતી સામે આવી છે.

નવો જથ્થો આવે પછી રસી અપાશે

જેથી નવો જથ્થો જ્યારે રાજ્યમાં આવશે ત્યારે રસીકરણની કામગીરી કરવામાં આવશે. જોકે 45 કરતા વધું વયના લોકોને રસી આપવામાં આવશે. તેવી માહતી આરોગ્ય વિભાગના સૂત્રો દ્વારા સામે આવી છે. 18 વર્ષથી ઉપરના લોકોને પહેલી મે થી રસી આપવામાં આવશે. જે બાબતે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. 28 એપ્રીલે તેનું રજિસ્ટ્રેશન પણ શરૂ થયું હતું.

રજિસ્ટ્રેશન શરૂ થતા પહેલા સાઈટ ક્રેશ

જોકે રજિસ્ટ્રેશન શરૂ થયા બાદ તુરંતજ સાઈટ ક્રેશ તઈ ગઈ કારણકે તેના પર ટ્રાફીક વધારે પ્રમાણમાં થઈ ગયો હતો. જોકે આ મુદ્દે સોશિયલ મીડિયા પર લોકોએ જ્યારે ફરિયદો ઉઠાવી ત્યારે બે કલાકમાં ફરી સર્વર શરૂ થઈ ગયું. પરંતુ સર્વર શરૂ થયા બાદ કોવિન સર્વર પર ઘસારો થયો જેના કારણે પોર્ટલમાં ખામી સર્જાઈ હતી. જેથી લોકોમાં ક્યાકને ક્યાક રોષ પણ જોવા મળ્યો હતો.

1 કરોડ 17 લાખ લોકેને વેક્સિન આપાઈ

રૂપાણી સરકાર દ્વારા અત્યાર સુધીમા રાજ્યની અંદર  1 કરોડ 17 લાખ લોકેને વેક્સિન આપવામાં આવી છે. જેમા એક ફણ વ્યક્તિને આ રસીને કારમે કોઈ આડઅસર નથી થઈ. જેથી વેક્સિન સંપૂર્ણ પણ યોગ્ય અને સારી છે. તેવું કહી શકાય.

ડેટ પાછળ ધકેલાઈ તેવી શક્યતા

સમગ્ર મામલે મુખ્યમંત્રી દ્વારા જે કોર કમીટી બોલાવામાં આવી હતી. જેમા તેમણે જણાવ્યું હતું કે 1 મે થી 18 વર્ષથી ઉપરના લોકોને વેક્સિન આપવા માટે વાત કરવામાં આવી હતી. તેમા પણ સરકાર દ્વારા દોઢ કરોડ જેટલા રસીના ડોઝ નો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. પરંતુ તે રસીનો જ્થ્થો હજુ સુધી ગુજરાતમાં નથી પહોચ્યો જેથી તારીખ થોડી પાછળ ધકેલાય તેવી શક્યતા સેવાઈ રહી છે.

3 હજાર કરોડનો ખર્ચો

ઉલ્લેખનીય છે કે સીરમ ઈન્સ્ટિટ્યુટ તરફથી એક રસીનો ડોઝ અંદાજે 400 રૂપિયામાં સરકારને આપવામાં આવશે. સાથેજ ભારત બાયોટેક દ્વારા પણ સરકારને એક વેક્સિન 600 રૂપિયામાં આપવામાં આવશે. સરકારે સરી પાસેથી 1 કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો છે. જ્યારે ભારત બાયોટેકને 50 લાખ વેક્સિનનો ઓર્ડર આપવામાં આવ્યો છે. અને સમગ્ર મામલે એવી માહિતી સામે આવી છે. કે સરકાર દ્વારા 3 હજાર વેક્સિન મામલે 3 હજાર કરોડ જેટલો ખર્ચ ઉઠાવામાં આવશે.

Scroll to Top