શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, શિક્ષકોની બદલી પર નવી નિતી જાહેર

ગુજરાત સરકારે શિક્ષણ વિભાગે શિક્ષકોને લઇ ઐતિહાસિક નિર્ણય કર્યો હતો. શિક્ષણ વિભાગે શિક્ષકોની બદલીની નવી નીતિ જાહેર કરાઇ હતી. અરસ પરસ બદલીમાંથી વતન શબ્દ દૂર કરાયો છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આ મામલે પ્રેસ કોન્ફ્રન્સ કરી હતી.

જીતુ વાઘાણીએ કહ્યું હતું કે હવે 40 ટકાના બદલે 100 ટકા ખાલી જગ્યા પર બદલી થશે. શિક્ષકોની અરસ પરસ બદલીમાંથી વતન શબ્દ દૂર કરાયો હતો. બદલી થયેલા ત્રણથી ચાર હજાર શિક્ષકોને તાત્કાલિક અસરથી છૂટા કરાશે. 10 વર્ષના બોન્ડેડ શિક્ષકો પાંચ વર્ષ પછી બદલી માટે અરજી કરી શકાશે. શિક્ષણ વિભાગની નવી નીતિના કારણે બે લાખ શિક્ષકોને ફાયદો થશે.

વહીવટી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તાત્કાલિક ધોરણે નિયમોના અમલ કરાશે. જે શિક્ષકો વધ બદલીથી બીજી શાળામા ગયા છે તે શિક્ષકો જો મૂળ શાળામાં જગ્યા ખાલી પડે તો મૂળ શાળામાં માંગણી કરી શકશે. પતિ પત્નીના કિસામાં અનુદાનિત સંસ્થાઓ પણ લાભ મળશે. બદલીના કિસામાં ફરિયાદ નિવારણ માટે એક સમિતિની રચના કરવામાં આવશે.બંને સંઘોની સર્વ સંમતી સાથે આ નિયમો જાહેર કર્યા છે.

Scroll to Top