કોરોનાના વધતા કેસો સામે હાઈકોર્ટ દ્વારા સરકારને ટકોર કરવામાં આવી. જેથી સરકાર દ્વારા પણ અમુક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે એપ્રીલ તથા મે ના તમામ તહેવારો પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. જેમા રાજકીય, સામાજિક તહેવારો તેમજ જન્મદિવસની ઉજવણી હવે નહી કરી શકાય.
લગ્નમાં 50 લોકોની મંજૂરી: આ ઉપરાંત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે 14 એપ્રીલથી લગ્નમાં પણ 50 લોકોજ હાજર રહી શકશે. સાથેજ સરકારી અને ખાનગી ઓફિસોમાં 50 ટકા લોકોજ કામ કરી શકશે. વધુંમાં તેમણે મંદિર મસ્જિદ અને ચર્ચ પણ 30 એપ્રિલ સુધી બંધ રાખવા માટે અપીલ કરી છે. ઉપરાંત શ્રદ્ધાંળુંઓ મંદિરે ન જાય તે માટે તેમણે વિનંતી કરી છે.
જનતાનું ધ્યાન રાખવામાં આવ્યું: મુખ્યમંત્રીએ કહ્યું કે હાઈકોર્ટમાં જે સુનાવણી હતી તેમા સરકારના વકીલે સરકારે જે પણ કામગીરી કરી છે.તે કામગીરીનો રિપોર્ટ આપવામાં આવ્યો . સાથેજ તેમણે કહ્યું કે જનતાને તકલીફ ન પડે તેને અનુસરીને સરકાર દ્વારા કામ કરવામાં આવ્યું છે.
વિશેષ વ્યવસ્થા: વધુંમાં મુખ્યમંત્રીએ એવું પણ કહ્યું કે ડૉક્ટરો બિનજરૂરી રેમડેસિવિરનું ઈન્જેકશનનું પ્રિસ્ક્રિપ્શન ન આપે. સાથેજ તેમણે કહ્યું કે 60 હજાર RT-PCR ટેસ્ટ રાજ્યમાં કરવામાં આવે છે. જેનો રિપોર્ટ પણ 24 કલાકમાં મળે તેવી સુવીધા ઉભી કરવામાં આવી છે. અમદાવાદની સ્થિતીને ધ્યાનમા રાખતા મુખ્યમંત્રીએ કહ્યું જીએમડીસી ગ્રાઉન્ડમાં ક્ન્વેન્શન સેન્ટરમાં ઓક્સિજન સાથે 900 બેડની વ્યવસ્થા કરવામાં આવે તેવી ગૃહમંત્રી અને વડાપ્રધાનને વિનંતી કરવામાં આવી છે. જેથી ટૂંક સમયમાં આ વ્યવસ્થા અમલમાં મુકી દેવામાં આવશે.
વેક્સિનેશન પર ભાર: હાલ અમદાવાદમાં 11 હજાર બેડની વ્યવસ્થા છે. જેમા એલજી હોસ્પિટલમાં અને એસવીપીમાં 200 નવા બેડ મુકવામાં આવશે. આ ઉપરાંત 100 જેટલા ડોમમાં મફત ટેસ્ટીંગની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. જેમા રોજનું 35 હજાર જેટલા લોકો ટેસ્ટીંગ કરાવી રહ્યા છે. ઉપરાંત શહેરના 300 વેક્સિનેશન સેન્ટર પર 25 હજાર લોકોનું વેક્સિન આપવામાં આવે છે. અને 400 માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં લોકોની સંભાળ રાખવામાં આવી રહી છે.
લોકોમાં ભયનો માહોલ: ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હવે રેકોર્ડબ્રેક પહેલીવાર 6 હજાર જેટલા કેસ નોંધાયા છે. જેમના સામે 2854 જેટલા દર્દીઓએ કોરોના સામે જીત મેળવી છે. જોકે 55 જેટલા દર્દીઓના કોરોનાને કારમે મોત થયા છે. જેના કારણે હવે લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. સાથેજ લોકો જાતેજ હવે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.