‘ગ્રામીણ વિસ્તારોમાં ટેસ્ટ કરાવવાની જાણકારીના અભાવે રોજના 4 થી 5 લોકો મરે છે, ત્યારે સરકારે આ માટે કયાં પગલાં ભર્યા?

ગુજરાતમાં (Gujarat) વકરતા જતા કોરોના વાયરસને (coronavirus) ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા કડક પ્રતિબંધો લગાવવાથી કોરોના કાબૂમાં આવતો દેખાઈ રહ્યો છે. એક સમયે 10,000થી ઉપર રહેતા કેસ હવે 10,000ની અંદર આવી ગયા છે. આમ ધીરે ધીમે કોરોનાનું જોર ગુજરાતમાં ઓછું થતું દેખાઈ રહ્યું. ત્યારે એક તરફ રાજ્યમાં કોરોના ના કેસમાં ઘટાડો થઇ રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે બીજી તરફ આ કોરોના ની બીજી લહેરમાં સૌથી વધારે મુશ્કેલી ગ્રામીણ વિસ્તારોમાં ઉભી કરી છે.

ત્યારે આજે ગુજરાત હાઇકોર્ટમાં કોર્ટની સુઓમોટો ઓનલાઈન સુનાવણી શરૂ કરવામાં આવી છે. સરકારના આયોજનના ભાગરૂપે રજૂ કરાયેલા સોગંદનામાની સામે સિનિયર વકીલોએ રજૂઆત કરી છે. સિનિયર એડવોકેટ પર્સી કવીનાએ કોર્ટમાં રજૂઆત કરતાં કહ્યું હતું કે, કોરોનાની ચેન બ્રેક કરવા માટે સરકાર પાસે આયોજન નથી તેમજ લીડરશિપનો અભાવ જોવા મળી રહ્યો છે.

જયારે ગુજરાત હાઇકોર્ટમાં કોર્ટની સુઓમોટો ઓનલાઈન સુનાવણી દરમિયાન જસ્ટિસ ભાર્ગવ કારીયાએ સરકારને સવાલ કર્યો હતો કે, રોજના 25 હજાર રેમડેસિવિરની જરૂર છે. ત્યારે તેની સામે 16115 જેટલા જ ઇન્જેક્શન આપવામાં આવી રહ્યા છે. ત્યારે બાકીના દર્દીઓને શું ઇન્જેક્શનના અભાવે સરકાર મરવા દેશે? ત્યારે આ પ્રશ્નનો કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેએ જવાબ આપવો પડશે.

આ ઉપરાંત તેમને વધુમાં જણાવ્યું હતું કે, અમારી માહિતી પ્રમાણે ગ્રામીણ વિસ્તારોમાં એક એક ગામમાં રોજના 4 થી 5 લોકો મરે છે. અને તેમના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા નથી. જો કે આ ગ્રામીણ લોકોને ટેસ્ટ કરાવવાની યોગ્ય પૂરી માહિતી પણ હોતી નથી. ત્યારે આવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે સરકાર શું કરી રહી છે?

રાજ્યમાં એક મહિના બાદ 8500થી ઓછા કેસ અને 85થી ઓછા મૃત્યુ નોંધાયા છે. આ પહેલા 15 એપ્રિલે 8152 કેસ અને 81 મૃત્યુ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 8 હજાર 210 નવા કેસ અને 82ના મૃત્યુ થયા છે. તેમજ સતત 12મા દિવસે નવા કેસ કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યા વધુ રહી છે અને 14 હજાર 483 લોકોએ કોરોનાને હરાવ્યો છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 84.85 ટકા થયો છે.

Scroll to Top