ગુજરાત હાઈકોર્ટ કોરોનાના વધી રહેલા કેસોને લઈને આપ્યા રાજ્ય સરકારને નિર્દેશ

રાજ્યમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. જેના માટે હાઈકોર્ટ દ્વારા અવલોકન કરવામાં આવ્યું છે. હાઇકોર્ટ દ્વારા ગુજરાત સરકારને આગામી ત્રણથી ચાર દિવસ લૉકડાઉન લગાવવાના નિર્દેશ આપ્યા છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા એ પણ જણાવ્યું હતું કે, કોરોનાની ચેઇન તોડવી જરૂરી છે. કોરોના અટકાવવા માટે નક્કર પગલા લેવા જરૂરી છે. આ સિવાય રાજકીય કાર્યક્રમો પર અંકુશ લગાવવાની સુચના આપવામાં આવી છે.

ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ ભાર્ગવ કારીઆની બેઠકમાં રાજ્ય સરકારને સુચના આપવામાં આવી છે. કોરોનાના વિસ્ફોટને અટકાવવા માટે નક્કર પગલાં ભરવા જરૂરી છે. સતત વધી રહેલા કોરોના સંક્રમણની ચેઇનને તોડવી જરૂરી છે. રાજ્યભરમાં ત્રણથી ચાર દિવસનો કરફ્યૂ લાદવા અને વિક એન્ડ કરફ્યુ બાબતે સરકાર જરૂરી નિર્ણય લે, એવા હાઇકોર્ટે દ્વારા આદેશ આપવામાં આવ્યા છે. આ સિવાય લોકડાઉન કરવાની સ્થિતિ ઉભી થઈ એવું ગુજરાત હાઈકોર્ટ દ્વારા અવલોકન કરવામાં આવ્યું છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3160 કેસ સામે આવ્યા હતા. જ્યારે કોરોનાથી 15 લોકોના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા. જયારે 2028 લોકો કોરોનાથી સાજા થયા હતા. તેની સાથે રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો 3,00,65 નો આંકડો પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16252 એક્ટીવ કેસ રહેલા છે. જેમાં ૧૬૭ લોકો વેન્ટિલેટર પર અને 16085 લોકો સ્ટેબલ રહેલા છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top