અમદાવાદમાં કોરોના બાદ બીજી એક બીમારીએ હાહાકાર મચાવ્યો છે. તે મ્યુકરમાઇકોસિસ બીમારી છે. મ્યુકરમાઇકોસિસના દર્દીઓનીસંખ્યા વધતાં સિવિલમાં ચાર વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે. જ્યારે પાંચમોવોર્ડ 1200 બેડ કોવિડ હોસ્પિટલમાં શરૂકરવાની સાથે 24 કલાક કાર્યરત ઓપરેશન થિયેટરશરૂ કરવાની તૈયારીઓ શરૂ કરાઈ છે. તેમ છતા હાલમાં સિવિલમાં મ્યુકર માઇકોસિસની સારવારમાં જરૂરીએમ્ફોટેરિસિન ઇન્જેક્શનનો જથ્થો ખૂટી જતાં દર્દીનાં સગાંને બહારથી લાવવાની ફરજ પડી રહી છે. ગઈકાલની સ્થિતિને જોતા હોસ્પિટલમાં મ્યુકર માઈકોસિસના 30 કલાકમાં વધુ 60 થી 70 જેટલા દર્દીઓ દાખલ કરવામાંઆવ્યા હતા. જ્યારે તાજેતરમાં 300 થી વધુ લોકોને સિવિલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
સિવિલમાં મ્યુકરમાઈકોસિસના દર્દીઓની સંખ્યા વધી
અમદાવાદમાં કોરોનાની બીજી લહેરમાં મ્યુકરમાઈકોસિસના કેસનાદર્દીઓમાં વધારો થયો છે. જ્યારે કોરોનાના દર્દીઓમાં ધટાડો થઈ રહ્યો છે, કોરોનાથી સ્વસ્થ થયેલા લોકોમાં મ્યુકર માઈકોસિસની સમસ્યાઓસામે આવી રહી છે. આ કારણોસર સિવિલમાં 4 વોર્ડ આ શરૂ કરવાની ફરજ પડી છે. અત્યારે સિવિલમાં 310 જેટલા દર્દીઓમ્યુકરમાઈકોસિસની સારવાર લઇ રહ્યા છે. જ્યારે હવે કેસ વધતા દર્દીઓની સારવાર માટેજરૂરી એવાં ઈન્જેક્શનની પણ માંગ વધી ગઈ છે.
ઉલ્લેખનીય છે કે ગુરુવારના રોજ સિવિલમાં 221 દર્દી સારવાર હેઠળ રહેલા 1200 બેડની કોવિડ હોસ્પિટલમાંદાખલ દર્દીમાં મ્યુકરમાઇકોસિસનાં કોઇ લક્ષણ જોવા મળશે તો તેવા દર્દીઓ માટે 1200 બેડ કોવિડ હોસ્પિટલમાં વધુએક અલગથી વોર્ડ શરૂ કરવામાં આવશે. તેનો અર્થ એક જ છે કે, ફંગસ ઇન્ફેકશનને આગળ વધતું અટકાવવા માટે હોસ્પિટલમાં 24 કલાક ઓપરેશન થિયેટર કાર્યરતકરવામાં આવ્યું છે.