ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. જેના કારણે નવા-નવા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતની ચૂંટણીઓ પરંપરાગત રીતે બે મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે લડાઈ જોવા મળે છે. પરંતુ આ વખતે કંઇક અલગ જ જોવા મળી રહ્યું છે કે, આ વખતની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ પ્રભુત્વ જોવા મળી શકે છે અને ગુજરાતની ગાદી માટે ત્રિપાંખીયો જંગ ખેલાશે. એવામાં એક નવી રાજકીય પાર્ટીના સમાચાર સામે આવ્યા છે.
અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે 2024 માં તમામ 543 બેઠક પર ચૂંટણી લડવાના અને જીતવાના ટાર્ગેટ સાથે અંદાજીત 7 થી 8 લાખ કાર્યકર્તાઓ ધરાવનાર અને ભવિષ્યમાં કરોડો કાર્યકર્તાઓની ફોજ સાથે મેદાનમાં ઉતરવાની સાથે અખિલ ભારતીય પરિવાર પાર્ટી દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. જેમાં પાર્ટી દ્વારા ગુજરાતમાં યોજાયેલી આ પ્રથમ પ્રેસ કોન્ફરન્સ રહેલી હતી. તેમાં દિલ્હીથી રાષ્ટ્રીય અધ્યક્ષ રાજીવસિંહ કુશવાહા ભારતીય તેમજ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ હરપ્રિતસિંહ સૈની ભારતીય ખાસ હાજરી આપી હતી.
આ આયોજનમાં પાર્ટી દ્વારા મુખ્ય મુદ્દા રોજગાર, મોંઘવારી, વધુ આવક, શિક્ષા, સુરક્ષા અને સારું જીવનને પ્રાધાન્ય વગેરે મુદ્દાઓ પર બહાર મુકવામાં આવ્યા હતા. પ્રજા વચ્ચે કેટલાક મનપસંદ લોકોને પક્ષમાં આવરી લેવામાં આવતા દેશની સાથે-સાથે ગુજરાતમાં પણ આ પાર્ટીને વધુ મજબૂત બનાવી મેદાનમાં ઉતરવાનું કહેવામાં આવ્યું હતું.
રાષ્ટ્રીય અધ્યક્ષરાજીવસિંહ કુશવાહા ભારતીયના જણાવ્યા અનુસાર, આ પાર્ટી જનસાધરણની અવાજ રહેશે.કુશવાહાએ કહ્યું છે કે, 2024માં સમગ્રભારતમાં ચૂંટણી લડવાની ઈચ્છા સાથે દેશના સામાન્ય નાગરિકની મોટી સૈના તૈયાર કરવામાંઆવી રહી છે અને અમારી પાર્ટીના મોડલમાં ભ્રષ્ટાચારનું કોઈ સ્થાન રહેશે નહીં. આ સિવાખેડૂતો માટે એક આયોગનું ગઠન કરાશે. તેની સાથે તમામ સમસ્યાઓનું સમાધાન મૂળરૂપથી કરાશેજેથી માત્ર ગુજરાત જ નહીં સમગ્ર દેશને વિશ્વમાં આદર્શ મોડલ બનાવીને રજૂ કરાશે.
આ કાર્યક્રમમાં ગુજરાતપ્રદેશ અધ્યક્ષ હરેશ રાવલ ભારતીય તેમજ પ્રદેશ પ્રભારી નિતેશ ગંગારામાણી ભારતીયદ્વારા ગુજરાતમાં આગામી સમયમાં પાર્ટીને કઈ રીતે વધુ મજબૂત બનાવશે અને તેના પાર્ટીદ્વારા ક્યા-કયા કાર્યો કરવામાં આવશે તેને લઈને રચના કરવામાં આવી હતી.
આ કાર્યક્રમદરમિયાન અમદાવાદ પૂર્વના લોકસભા પ્રભારી રાજેશ બ્રહ્મભટ્ટ ભારતીય, પશ્ચિમના લોકસભા પ્રભારી ચંદ્રેશ પરમાર ભારતીય, પાટણ લોકસભા પ્રભારી ભાગ્યેશ પ્રજાપતિ ભારતીય, બનાસકાંઠાલોકસભા પ્રભારી દોલાભાઈ ચાવડા અને પ્રદેશ કાર્યકારીણી સદસ્ય મનોહર સંધુ ભારતીય સહિતના પાર્ટીના પદાધિકારીઓઅને કાર્યકર્તાઓની હાજરી રહી હતી.