સુરતના સરથાણા વિસ્તારનો બ્લેકમેઇલનો કિસ્સો સામે આવ્યો છે. સુરતના સરથાણામાં રહેનાર શિક્ષિકાએ પ્રેમ સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દીધો હોવા છતાં યુવક દ્વારા પીછો કરી હેરાન કરવા માટે હાથ પર બ્લેડ મારી ફોટા whatsapp કરી ઇમોશનલ બ્લેકમેઈલ યુવતીને કરવામાં આવી રહી હતી. જયારે ગઈકાલે યૂવકે જાહેર રસ્તા પર ધમાલ કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો હતો. શિક્ષિકાએ આ બાબતમાં ફરિયાદ દાખલ કરતા પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને પ્રેમી યુવકની ધરપકડ કરવામાં આવી છે.
જ્યારે અમરેલીના લીલીયાની વતની અને હાલ સુરતના સરથાણા વિસ્તારમાં રહેનાર 22 વર્ષીય યુવતી બીજા વર્ષમાં અભ્યાસ કરી રહી છે. તેની સાથે હાલમાં તે પર્વત પાટિયા પાસે આવેલી સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવી રહી છે. જ્યારે ત્રણ વર્ષ અગાઉ તે વતનમાં લગ્નમાં અમરેલી ગઈ હતી ત્યાં લગ્ન પ્રસંગમાં દુરના સંબંધીના પુત્ર અશોક રાઠોડ સાથે તેની મુલાકાત થઈ ગઈ હતી.
લગ્નમાં મુલાકાત બાદ બંનેએ એકબીજાને મોબાઈલ નંબરની આપ લે પણ કરી હતી અને બંને વચ્ચે નિયમિત ફોન પર વાત પણ થતી હતી. આ સમયગાળામાં બંને વચ્ચે પ્રેમસંબંધ પણ બંધાયા હતા. અમરેલીનો આ યુવાન સુરતમાં વારંવાર માસીના ઘરે આવતો અને તે દરમિયાન પ્રેમિકાને પણ મળતો હતો.
આ દરમિયાન પ્રેમિકાને આ યુવકના અન્ય યુવતી સાથેના પ્રેમસંબંધો હોવાની જાણકારી મળી હતી. જેના કારણે ડિસેમ્બર 2020 માં પ્રેમ સંબંધ પર યુવતી દ્વારા પૂર્ણવિરામ મૂકી દેવામાં આવ્યો હતો. તેની સાથે યુવતી એ નંબરને પણ બ્લોક કરી નાખ્યો હતો. તેમ છતાં યુવક અવનવી રીતે યુવતીને હેરાન કરતો હતો. જ્યારે મંગળવારના રોજ બપોરના સમયે આ યુવતી સ્કૂલ જવા માટે ઘરેથી નીકળી હતી. તે દરમિયાન નજીકના પાનના ગલ્લા ઉપર આ યુવક બાઈક લઈને ઉભો હતો અને તેણે આ યુવતીને લગ્ન કરવાની વાત કરીને હેરાન કરવા લાગ્યો હતો.
જેના કારણે યુવતી દ્વારા તાત્કાલિક પોતાના પરિવારને બોલાવી લેવામાં આવ્યો હતો. જેના કારણે પરિવારના ત્યાં પહોંચતા જ ફોન કરીને પોલીસને બોલાવી સરથાણા પોલીસ સ્ટેશનમાં યુવકને લઈ જવામાં આવ્યો હતો. ત્યાં યુવતીએ જણાવ્યું કે, યુવક સાથેના તમામ સંબંધ મેં તોડી નાખ્યા હોવા છતાં આ યુવાન મને હેરાન કરવાની સાથે બ્લેકમેલ કરી મારો પીછો પણ કરતો હતો. જેના કારણે આ યુવતીએ આ પ્રેમી યુવક વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જ્યારે યુવક વિરુદ્ધ ગુનો દાખલ થતા તેની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી અને આ બાબતમાં વધુ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.