Gujarat

ગુજરાતમાં કોરોના કહેર: સરકારે રાત્રી કર્ફ્યું, સ્કૂલો, લગ્ન પ્રસંગમાં કેટલા લોકો તેને લઈને લીધો મોટો નિર્ણય

રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆતને જોઅં સરકાર દ્વારા કેટલાક સખ્ત પગલા ભરવામાં આવ્યા છે. તેમાં સૌથી પહેલા રાત્રી કરફ્યુના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે બાળકોમાં પણ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે તેના કારણે ધોરણ 1 થી 9 ના વર્ગો બંધ કરવાની પણ જાહેરાત કરાઈ છે. જ્યારે હવે આ ધોરણના વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવશે.

તેના સિવાય રાજ્યના મહાનગરો સિવાય આણંદ અને નડિયાદમાં હવેથી રાત્રીના 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યું અમલીકરણ રહેશે. તેમ છતાં દુકાનો, ગલ્લા, ખાણીપીણી બજાર, મોલ્સ, સલૂન સહિતની તમામ કોમર્શિયલ ગતિવિધિ રાત્રીના 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. હોટેલ રેસ્ટોરન્ટ પણ 75 ટકા કેપેસિટી સાથે રાત્રીના 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે, અને હોમ ડિલિવરીની સેવા રાત્રીના 11 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. આ નિયંત્રણો 15 જાન્યુઆરી સુધી અમલીકરણ રહેશે.

નોંધનીય છે કે, આજે સીએમના અધ્યક્ષ સ્થાન પર મળેલી કોર કમિટિની બેઠકમાં કોરોનાને રોકવા માટે કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. જેમાં રાત્રી કર્ફ્યૂનો સમય વધારીને 10 થી 6 નો કરવામાં આવ્યો છે. રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ સિવાય આણંદ અને નડિયાદમાં પણ કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યું છે. તેમ છતાં સરકાર તરફથી તે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, તમામ પ્રકારની કોમર્શિયલ એક્ટિવિટીને રાત્રીના 10 વાગ્યા સુધી ખુલી રાખી શકાશે. તેના સિવાય કોઈપણ રાજકીય, સામાજિક કે ધાર્મિક પ્રસંગમાં ખૂલ્લી જગ્યામાં 400 લોકો જ્યારે બંધ જગ્યામાં ક્ષમતાના 50 ટકા લોકો જ એકઠા રહી શકશે. આ નિયમ લગ્નપ્રસંગ માટે પણ લાગુ રહેશે અને તેના માટે Digital Gujarat Portal પર નોંધણી કરાવવી પડશે. અંતિમ ક્રિયામાં હવે વધુમાં વધુ 100 લોકો એકઠા થઈ શકશે.

જ્યારે ધોરણ 9 થી પીજી સુધીના કોચિંક સેન્ટર્સ, સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ સેન્ટર્સ 50 ટકા કેપેસિટી સાથે ખુલ્લા રાખી શકાશે. આ સિવાય સ્કૂલોને લઈને સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવતા ધોરણ 1 થી 9 માં ઓફલાઈન ક્લાસ 31 જાન્યુઆરી 2022 સુધી બંધ રહેશે અને વિદ્યાર્થીઓને માત્ર ઓનલાઈન શિક્ષણ આપવામાં આવશે. જ્યારે સ્કૂલ, કોલેજોની કે અન્ય સંસ્થાની સ્પર્ધાત્મક કે ભરતી અંગેની પરીક્ષાઓ SOP નું પાલન કરીને લઇ શકાશે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker