ગુજરાતમાં કોરોનાથી મુત્યુને લઈને જોવા મળ્યો ગોટાળો, 10,095 મોત વળતર માટે 12 હજારથી વધુ આવી અરજી

કોરોનાના કારણે મૃત્યુ પામનારા દર્દીઓના સ્વજનોને વળતર ચૂકવવાનું કામ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. ગુજરાત સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, અત્યાર સુધીમાં તેમને અંદાજે 12,718 પરિવારો તરફથી અરજી પ્રાપ્ત થઈ છે.

જેમાંથી 6,515 અરજીઓને સ્વીકારવામાં આવી છે અને વળતર પણ ચૂકવી દેવામાં આવ્યું છે. તેની સાથે જ રાજ્ય સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટને ખાતરી આપવામાં આવી છે કે, તેઓ બાકીના અરજદારોને 10 ડિસેમ્બર સુધીમાં આર્થિક સહાય ચૂકવી દેશે. જ્યારે સુપ્રીમ કોર્ટમાં આ તારીખે વધુ સુનાવણી હાથ ધરાશે.

જ્યારે ગુજરાતમાં કોરોનાના લીધે 10,095 લોકોએ જીવ ગુમાવ્યો હોવાનો સત્તાવાર આંકડો સરકાર દ્વારા જાહેર કરાયો હતો. સરકારના આંકડાના મુજબ 2,623 વધુ અરજીઓ કોરોનાના કારણે મૃત્યુ પામેલા દર્દીઓના પરિવારો દ્વારા કરવામાં આવી છે. આ કારણોસર કોરોના વળતરનો મુદ્દો ચર્ચાસ્પદ રહેલ છે. નિષ્ણાતોના મુજબ, રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોનો સાચો આંકડો અપેક્ષિત અંક કરતાં ખૂબ વધુ હોઈ શકે છે. જેના લીધે 50,000 રૂપિયા વળતર લેવા આવનારા પરિવારોની સંખ્યા પણ વધારો થાય તેવી શક્યતા છેવાઈ રહી છે.

તેની સાથે શહેરના એપિડેમિયોલોજીસ્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કહ્યું, “આનું સીધું કારણ એ જ છે કે, રાજ્યમાં કોરોના મૃતકોમાં માત્ર એવા દર્દીઓને સામેલ કરવામાં આવ્યા છે જેઓ સંક્રમિત થયા ત્યારે તેમને અન્ય કોઈ બીમારી નહોતી. ICMR ની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખતા કોરોનાથી થયેલા મોત નક્કી કરવામાં આવેલ છે. જ્યારે અન્ય દર્દીઓના મોતનું કારણ હૃદય બંધ થઈ જવું, રેસ્પિરેટરી ઈન્ફેક્શન, રીનલ ફેલ્યોર, મલ્ટી-ઓર્ગન ફેલ્યોર વગેરે ગણવામાં આવેલ છે. જ્યારે મૃતકોનો સાચો આંકડો તો સત્તાધીશોને સોંપાયેલી અરજીઓને તપાસ્યા બાદ આવી શકે છે.

સરકાર દ્વારા જાહેર કરેલા સત્તાવાર આંકડા મુજબ સૌથી વધુ મૃત્યુ અમદાવાદમાં થયા હતા. અમદાવાદમાં કોરોનાના કારણે 3,411 લોકોના મોત થયા હતા. ત્યાર બાદ 1,957 મૃત્યુ સાથે સુરત બીજા ક્રમે રહેલ છે. વડોદરામાં 788 અને રાજકોટમાં 726 લોકોના મોત થયા છે.

Scroll to Top