‛ગુજરાતમાં મેઘરાજાનો કહેર’100 થી 120 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન,6 તારીખે સૌરાષ્ટ્રમાં અને 7 તારીખે અહીં અસર જોવા મળશે..

આપણે સૌ જાણીએ છીએ કે આ વર્ષ સૌથી વધારે વરસાદ થયો છે.અને દરેક રાજ્યોમાં પાણી પાણી કરી નાખ્યું હતું.આ ઉપરાંત કમોશમી વરસાદ પણ આ વર્ષ પડ્યો છે.દિવાળી,નવરાત્રી,વગેરે જેવા તહેવારોમાં પણ વરસાદ થયો હતો.આ ઉપરાંત હજુ પણ વરસાદ ની અસર જોવા મળી શકે છે.અરબી સમુદ્રમાં સર્જાયેલું મહા નામનું વાવાઝોડું આગામી 24 કલાકમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વાવાઝોડું હાલમાં વેરાવળથી 500 કિલોમીટર અને દીવથી 550 કિલોમીટર દૂર છે.આ વવાજોડું ખુબજ ઝડપી આગળ વધી રહ્યું છે.વાવાઝોડું વધુ તિવ્ર બનતા વેરી સિવિયર સાયકલોનિક સ્ટોર્મમાં ફેરવાઇ ગયું છે.અને તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે.જો કે આજથી વાવાઝોડું યુટર્ન લઇ શકે છે.અને ગુજરાતના દરિયાકાંઠાને ટકરાઈ શકે છે.જેથી ગુજરાતમાં વરસાદની અસર જોવા મળી શકે છે.અને ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત મેઘરાજા ફરી સક્રિય બન્યા છે.અને હજુ વરસાદ થવાની સંભાવના છે.તમને જણાવી દઈએ કે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વાવાઝોડું 6 નવેમ્બરની મધરાતે દિવથી દ્વારકા વચ્ચેના વિસ્તારમાં લેન્ડફોલ કરી શકે છે.જેથી ત્યાં વરસાદની અસર જોવા મળી શકે છે.જેના કારણે 6 નવેમ્બરથી આ વિસ્તારોમાં 100થી 120 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઇ શકે છે.અને ગુજરાતમાં આની અસર જોવા મળી શકે છે.મહા વાવાઝોડાની સૌથી વધુ અસર 6 નવેમ્બરે સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ અને જૂનાગઢમાં જોવા મળશે.આ વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવનાઓ વધારે છે.જ્યારે 7 નવેમ્બરે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા પડશે.અને આ વિસ્તારોમાં પણ વરસાદ થવાની સંભાવના છે.હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપી છે.અને દરિયા કિનારે થી માછીમારોને બીજી જગ્યાએ જવાની સૂચના આપી છે.

તમને જણાવી દઈએ કે મ્હેગરાજ ફરી વાર વરસવાના મૂળમાં છે.અને હવામાન વિભાગે તેની આગાહી કરી હતી.રાજ્યમાં આગામી 6 અને 7 નવેમ્બરે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.6 નવેમ્બરે સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, દ્વારકા, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, સુત્રાપાડા સહીતના વિસ્તારમાં ભારે વરસાદ પડશે.

જ્યારે સાતમી નવેમ્બરે ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી સાહિતના મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદ, વડોદરા, ખેડા સહીતના વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે.આ ઉપરાંત 6 અને 7મી નવેમ્બરે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, ડાંગ, નર્મદા, તાપી, અંકલેશ્વરમાં વરસાદ પડશે.જેથી ખેડૂતો માટે ચિંતા નો વિષય બની ગયો છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top