ગુજરાતી દીકરીની સિદ્ધિ: ભાવિના પટેલે Tokyo Paralympic માં રચ્યો ઈતિહાસ, જાણો સમગ્ર માહિતી

Tokyo Paralympic થી ગુજરાત માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ટોક્યો ઓલિમ્પિક બાદ હવે પેરાલિમ્પિક પર બધાની નજર રહેલી છે. આ દરમિયાન ભારતનો ટોક્યો પેરાલિમ્પિકમાં પ્રથમ મેડલ મળવાની આશા બંધાઈ ગઈ છે.

જેમાં આજે ભારતીય ખેલાડી ભાવિના પટેલ દ્વારા ટેબલ ટેનિસની ક્વાર્ટર ફાઇનલમાં જીત મેળવવામાં આવી છે. સર્બિયાની બોરિસ્લાવા પેરિકને પરાજીત કર્યા બાદ ભાવિના પટેલ સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે.

તેમાં પણ ગુજરાતી યુવતી ભાવિના પટેલ દ્વારા આજે સવારમાં ક્વાટર ફાઇનલમાં પ્રવેશ મેળવવામાં આવ્યો હતી. ત્યાર બાદ ભાવિના પટેલે આ મેચમાં 12-10, 13-11 અને 11-6 થી જીત પ્રાપ્ત કરી લીધી હતી. બ્રાઝીલ સામેના મુકાબલામાં તેણે ઓલિવિએરાને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં એન્ટ્રી મેળવી લીધી હતી. પેરાલિમ્પિકમાં ભાવિના પટેલને મેડલ પ્રાપ્ત થઈ શકે છે.

જ્યારે ભાવિના પટેલે ટેબલ ટેનિસની વુમન્સ સિંગલ ક્લાસ-4 ની કેટગરીમાં આજે વિજય સાથે ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. આજે બપોરના 3.50 વાગ્યે તેની ક્વાર્ટર ફાઇનલ મેચ રમાઈ હતી જેમાં સર્બિયાની બોરિસ્લાવા પેરિક સાથે તેનો મુકાબલોરમાયો હતો. તેમાં તેમને શાનદાર જીત મેળવી હતી.

Scroll to Top