ગુજરાતમાં પણ વસ્તી નિયંત્રણ કાયદો લાગુ થઇ શકે છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ સંકેત આપ્યા છે. નીતિન પટેલે કહ્યુ કે, સમય આવ્યે યોગ્ય અભ્યાસ કરીશું અને તે બાદ યોગ્ય નિર્ણય કરીશું. નીતિન પટેલે દરેક સમાજમાં થઇ રહેલા મુખ્યમંત્રીની માંગને લઇને પણ પોતાનું નિવેદન આપ્યુ હતું.
નીતિન પટેલે વસ્તી નિયંત્રણ કાયદાને લઇને કહ્યુ કે, “દેશમાં જુદા જુદા રાજ્યમાં જુદી જુદી રીતે વસ્તી નિયંત્રીત કરવા માટે રાજ્ય સરકાર નવા નવા કાયદા અમલમાં લાવી રહી છે, તે બધાનો અભ્યાસ સમય આવ્યે અમે કરીશું અને જરૂરીતાય પ્રમાણે જ્યારે યોગ્ય લાગશે ત્યારે તે અંગે સરકાર આગળ કાર્યવાહી કરીશું.
નીતિન પટેલે કહ્યુ કે વસ્તી નિયંત્રણ કાયદા મુદ્દે લાંબા સમયથી વિચાર કરીએ છીએ, અ્ય રાજ્યોની પોલીસીનો અભ્યાસ કરી રહ્યા છીએ, કેન્દ્ર અને રાજ્ય સરકાર પહેલાથી જ તેના માટે કટીબદ્ધ છીએ”
દરેક સમાજમાં થઇ રહેલી CMની માંગને લઇને પણ નીતિન પટેલે પોતાનું નિવેદન આપ્યુ હતું. નીતિન પટેલે કહ્યુ કે, દરેક જ્ઞાતિ સમાજ પોતાના સમાજને સરકારમાં કે અન્ય જગ્યાઓ ઉપર મોટા હોદ્દા મળે, વધુ હોદ્દા મળે, વધુ પ્રતિષ્ઠા મળે, વધુ સત્તા મળે તે બધા ઇચ્છતા હોય છે.
દરેક જ્ઞાતિ સમાજના કોઇ પણ વ્યક્તિ આ અંગે પોતાની ઇચ્છા વ્યક્ત કરી શકતા હોય છે પરંતુ દરેક રાજકીય પક્ષ પોતાની બંધારણની નીતિ પ્રમાણે અને પોતાના નિયમોથી ચાલતો હોય છે એટલે કોણે ક્યો હોદ્દો આપવો, ક્યુ સ્થાન આપવુ જે તે વખતે જ્યારે જરૂર પડે ત્યારે રાજકીય પક્ષના મોવડી મંડળ દ્વારા, પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા કે નેતાઓ દ્વારા તેનો નિર્ણય થતો હોય છે.