ગુજરાત રાજ્યના નવા મુખ્યમંત્રી બન્યા ભુપેન્દ્ર પટેલ, જાણો કોણ છે ભુપેન્દ્ર પટેલ

ગુજરાતની રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતની જનતા જેની રાહ જોઈ રહ્યા હતા તેનો અંત આવી ગયો છે. ભાજપની કોર કમિટીની બેઠક પૂર્ણ થઇ ગઈ છે. ત્યારે હવે આજે રાજ્યની કમાન નવા મુખ્યમંત્રી ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ હાથમાં આવી ગઈ છે. એટલે કે હવે રાજ્યની કમાન નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાથમાં છે. ભુપેન્દ્ર પટેલ હાલમાં ઘાટલોડીયાના ધારાસભ્ય પદ તરીક ફરજ પર છે.

આ બાબતમાં ધારાસભ્ય દળની બપોરના બેઠક શરૂ થઈ ગઈ હતી. તેના માટે ધારાસભ્યોને 2 વાગ્યે કમલમમાં હાજર રહેવાની સૂચના આપવામાં આવી હતી. મુખ્યમંત્રી નક્કી કરવા માટે કેન્દ્રમાંથી બે નિરીક્ષક મોકલાયા હતા. જેમાં આજે સવારના કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશી ગાંધીનગર પહોંચ્યા હતા.

તેની સાથે વિજય રૂપાણી, નીતિન પટેલ તેમજ સીઆર પાટીલ કમલમ ખાતે પહોંચ્યા હતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ધારાસભ્ય દળની આ બેઠકમાં હાજર રહ્યા હતા. ગુજરાત પ્રભારી ભુપેન્દ્ર યાદવ અને સંગઠનમંત્રી રત્નાકર સહિતના નેતાઓ કમલમ ખાતે આવ્યા હતા.

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, સૌરભ પટેલ કમલમ ખાતે પહોંચ્યાં હતા. જ્યારે કોર કમિટીની બેઠક મળી હતી અને તેમાં ગુજરાતના મુખ્યમંત્રી કોણ બનશે તે અંગે ચર્ચા કરાઈ આવી હતી. ગુજરાતના રાજકારણને લઈને કોર કમિટીની બેઠકમાં મહત્વનો અને મોટો નિર્ણય લેવાયો છે. ગુજરાત રાજ્યની આગામી મુખ્યમંત્રી પદનું કમાન ભુપેન્દ્ર પટેલ હવે સંભાળશે.

મહત્વની વાત એ છે કે, તેઓ પાટીદારના આગેવાન છે. આ સિવાય તેઓ પાટીદાર શિક્ષિત ચેહરો છે. તેઓ વ્‍યવસાયથી બિલ્ડર છે. આ સિવાય તેઓ (૧) સરદાર ધામ, (૨) વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી પણ છે. આ સિવાય ચેરમેન સ્ટેન્ડિંગ કમિટીના પણ રહી ચૂક્યા છે.

જ્યારે નગરપાલિકા, 1995-96, પ્રમુખ, મેમનગર નગરપાલિકા, 1999-2000, 2004-06; વાઈસચેરમેન, સ્કુલ બોર્ડ, અમદાવાદ, 2008-10, કાઉન્સિલર, થલતેજ વૉર્ડ અનેચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, 2010-15, અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA), 2015-17.

Scroll to Top