રાજ્યના મુખ્યમંત્રી તરીકે પદથી વિજય રૂપાણી દ્વારા ગઈકાલના રાજીનામું ધરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદથી નવા મુખ્યમંત્રીના નામોની અટકળો શરુ થઈ ગઈ હતી અને આ દરમિયાન મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
ગુજરાતના 17 માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને બનાવવામાં આવ્યા છે. તેની સાથે રાજ્યના રાજકારણમાં આનંદી બહેનની એન્ટ્રી થઈ ગઈ છે. આનંદી બહેન પટેલના અંગત ભુપેન્દ્ર પટેલ નવા CM બન્યા છે.
ઉલ્લેખનીય છે કે, આજે કેન્દ્રથી મોટા નેતાઓ ગુજરાત આવ્યા અને ત્યાર બાદ એક બાદ નેતાઓ સાથે બેઠક કરવામાં આવી હતી. જેમાં કોર કમિટીની બેઠક પહેલા પાટિલના ઘરે મોટી બેઠક કરાઈ હતી અને ત્યાર બાદ ભાજપનાં તમામ નેતાઓ કમલમમાં ગયા હતા.
કમલમમાં સવારથી જ પાર્ટીનાં કાર્યકર્તાઓની હલચલ તેજ જોવા મળી હતી અને કેન્દ્રથી આવેલ નિર્દેશ મુજબ નામ જાહેર કરવામાં આવેલ હોવાનું સામે આવી રહ્યું છે.