તાઉ તે વાવાઝોડાને કારણે સૌથી વધારે અસર ગુજરાતને થઈ છે. જેના કારણે વડાપ્રધાન મોદીએ આજે હવાઈ નિરક્ષણ કર્યું હતું. તેઓ આજે ગુજરાતના પ્રવાસે છે. જ્યા તેમણે સૌથી પહેલા આજે ભાવનગરનું નિરીક્ષણ કર્યુ હતું. ત્યાથી તેઓ અમદાવાદ ખાતે રવાના થયા છે. જ્યા તેઓ મુખ્યમંત્રી રૂપાણી તેમજ ઉપરી અધિકારીઓ સાથે બેઠક કરશે.
વાવાઝોડાને કારણે ગુજરાતને કરોડો રૂપિયાનું નુકશાન થયું છે. જેને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદી 500 કરોડનું રાહત પેકેજ ગુજરાતને આપી શકે છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં વડાપ્રધાન હાલ નિરીક્ષણ કરી રહ્યા છે. બીજી તરફ વડાપ્રધાનના આગમનને લઈને એરપોર્ટ પર બધાનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યું. કુલ 100 કરતા વધારેના સ્ટાફનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
જોકે સારી બાબત એ છે એરપોર્ટ પર એક પણ વ્યક્તિ પોઝિટીવ નથી આયો બધાજ નેગેટિવ આવ્યા છે. હાલ ગુજસેલની પાસે વડાપ્રધાનના આગમનને લઈને કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
તાઉ તે વાવાઝોડું ગુજરાતમાં સૌથી પહેલા સૌરાષ્ટ્રના દરિયાકિનારે આવ્યું ત્યાથી તેણે સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવ્યો. ભારે પવન અને વરસાદને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા. જેના કારણે રોડ રસ્તા બ્લોક થઈ ગયા હતા. ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વરસાદ પડ્યો જેમા ભાવનગર, સુરત, અમરેલી, ભરૂચ, અમદાવાદ સહિતના જીલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હતો.
રાજ્યના કુલ 176 જેટલા તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો અને બધાજ તાલુકાઓમાં 2 ઈંચ કરતા વધારે વરસાદ પડ્યો હતો. અમુક જગ્યાએ તો વરસાદ 5 ઈંચ આસપાસ પડ્યો છે. વાવાઝોડાને કારણે અમદાવાદના સાણંદ શહેરમાં બે લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે.
જે બંન્ને વ્યક્તિઓના મોત થયા તેમા એક મહિલા અને પુરુષ હતા. બંને જણા સગાભાઈ બહેન હતા. ભારે પવનને કારણે પતરુ ઉડીને વીજ લાઈન પણ પડ્યું હતું. પરંતુ સાથેજ તે ભાઈ બહેન ઉપર પણ પડ્યું જેના કારણે તેમને કરંટ લાગ્યો. જેથી ઘટનાસ્થળેજ બંને જણાના મોત થયા હતા.
એ સીવાય પણ અમદાવાદમાં ઘણા રસ્તાઓ પર વૃક્ષો ધરાશાયી થયા જેના કારણે રોડ રસ્તા બ્લોક થઈ ગયા હતા. ઘણા લોકોના મકાનના છાપરા પણ ઉડી ગયા હતા. વાવાઝોડાને કારણે અમદાવાદને પણ ભારે નુકશાન થયું છે. જેથી આજે વડાપ્રધાન મોદી દ્વારા પરિસ્થિતીનું નિરિક્ષણ કરવામાં આવશે.