ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષતમાં બેઠક શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં કોરોનાની ત્રીજી વેવ માટે વિચારણા થશે. અને 18 થી 44 વર્ષના વય જૂથને ઝડપથી વેક્સિનેશન થઈ શકે તે માટે પણ માટે પણ ચર્ચા થશે. હવે ધોરણ 12ની પરીક્ષા CBSC દ્વારા રદ કરાયા બાદ ગુજરાત બોર્ડની ધોરણ 12ની પરીક્ષા પણ રદ કરવામાં આવી છે.
આ બેઠકમાં 4 તારીખે પુરા થઇ રહેલા રાત્રી કર્ફ્યુના જાહેરનામાં તેમજ રાજ્યમાં મંદિરો ખોલવા સંદર્ભે પણ ચર્ચા વિચારણા થવાની સંભાવના છે. મ્યુકરમાઇકોસીસની સારવાર માટેની ગાઈડલાઈન સંદર્ભે પણ ચર્ચા વિચારણા થવાની સંભાવના છે. એટલું જ નહીં, ૬ જુનથી રાજ્યમાં શરૂ થઈ રહેલા નવા શૈક્ષણિક સત્ર સંદર્ભે ચર્ચા વિચારણા કરીને ગાઇડ લાઇન જાહેર કરશે.
કેબિનેટ બેઠકમાં કંટ્રોલમાં આવી રહેલા કોરોના અને કોરોનાની ત્રીજી વેવના સંદર્ભ ચર્ચા વિચારણા થશે. ઉપરાંત રાજ્યમાં ચાલી રહેલા વેક્સિનેશનના કાર્યક્રમ સંદર્ભે વધુ જિલ્લાઓને ઉમેરવા અને ખાસ કરીને 18 થી ૪૪ વર્ષના વય જૂથને ઝડપથી વેક્સિનેશન માટે પણ ચર્ચા કરાશે.
કોરોના વાયરસની રફતાર ધીમી પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1561 નવા કેસ નોંધાયા છે અને 22 દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9855 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 4869 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
રાજ્યમાં અત્યાર સુધી 7,71,860 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 29015 પર પહોંચ્યો છે. જેમાંથી 472 દર્દી વેન્ટિલેટર પર અને 28543 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.21 ટકા છે.
રાજ્યમાં આજે કુલ 1,96,793 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે, રાજ્યમાં કોવિડ 19થી સાજા થવાના દરમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજયમાં સાજા થવાનો દર 95.21 ટકા છે.