કોંગ્રેસ દ્વારા આજે વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા એટલે કે વિરોધ પક્ષના નેતા તરીકેના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. કોંગ્રેસે સત્તાવાર જાહેરાત કરતાં અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીના નામ ની જાહેરાત કરી છે . આ અંગેની જાહેરાત દિલ્હીથી અશોક ગહેલોત દ્વારા કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ કોંગ્રેસના ઘણા સિનિયર નેતાઓએ આ પદ માટે દાવેદારી કરી હતી. પરંતુ કોંગ્રેસમાં હાલ અન્ય મોભા દારી નેતાઓની હાર અને એક માત્ર દાવેદાર તરીકે હાઈ કમાન્ડે પરેશ ધાનાણી ની પસંદગી કરી છે